________________
૧૧૪
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ ચાલ્યું આવે છે. પુગલ ચેતનનો પીછો જલદી છોડે એમ નથી. જે જીવ પરિગ્રહમાં – પુદ્ગલમાં આસક્ત બને છે તે પોતે પોતાના પ્રત્યે જ વેર બાંધે છે.
સૂક્ષ્મ દૃષ્ટિએ નિહાળીએ તો ઇચ્છાઓ, વાસનાઓ, લોભાદિ કષાયો તથા એ માટેની મૂચ્છ એ પણ પરિગ્રહ છે. એ પરિગ્રહથી આત્મા સાથે જ વેર બંધાય છે. આત્માના એ શત્રુઓ છે. એ શત્રુઓને નિર્મૂળ કરવાના છે.
પરિગ્રહનો ત્યાગ એટલે વેરનો ત્યાગ. જીવનો એટલે કે ચેતનનો ઉચ્ચતમ આદર્શ એ જ હોવો ઘટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org