________________
अन्ने हरंति तं वित्तं [ બીજાઓ તે ધન હરી જાય છે ]
છેલ્લાં થોડાં વર્ષોમાં દુનિયામાં અને વિશેષતઃ ભારતમાં શેરબજાર, બેંકો, ફાઇનાન્સ કંપનીઓ, વેપારી પેઢીઓ વગેરેનાં કૌભાંડોને લીધે તથા બનાવટી કંપનીઓની લોભામણી જાહેરખબરો અને છેતરપિંડીને લીધે પોતાનું ધન વગર વાંકે ગુમાવ્યાનો અનુભવ કેટલાયને થયો હશે !
બીજાનું ધન હરી લેવાની પ્રવૃત્તિ આજકાલની નથી. આદિકાળથી તે ચાલી આવે છે. ભગવાન મહાવીરસ્વામીના જમાનામાં પણ એવી ઘટના બનતી હતી. પરંતુ બીજાનું ધન હરી લેવાની ઘટનાઓ વર્તમાન જગતમાં ઘણી બધી વધતી જતી હોય એવું જણાય છે.
જૂના વખતમાં ધનની હેરફેરનું ક્ષેત્ર, વેપારી સોદાઓનું ક્ષેત્ર મર્યાદિત હતું. હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક દેશનો બીજા દેશો સાથેનો વેપાર ઘણો વધી ગયો છે. એક દેશમાં બનતી ચીજવસ્તુઓ આખી દુનિયામાં પહોંચી જાય છે. ઉતાવળ હોય ત્યારે તો એક દેશમાં ઉત્પન્ન થયેલી ચીજવસ્તુઓનાં અનેક નંગ માલવાહક હવાઈ જહાજો દ્વારા ચોવીસ કલાકમાં બીજા દેશનાં બજારોમાં ઠલવાઈ જાય છે. એક દેશની લક્ષ્મી કોમ્યુટરની મદદ વડે થોડીક ક્ષણોમાં હજારો માઈલ દૂરના ખાતામાં જમા થઈને બેસી જાય છે. એટલે બીજાનું ધન પચાવી પાડવાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org