________________
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ પણ તમે કહેલી એક પણ વાનગી હું છોડી શકું એમ નથી. એ મારી પ્રિય વાનગીઓ છે અને મને એના વિના જરા પણ ચાલતું નથી.' વૈદ્ય કહ્યું, “એમ છે? તો તારા જેવો કોઈ સુખી માણસ નહિ.”
યુવાને કહ્યું, “વૈદરાજ, તમે કટાક્ષમાં કહો છો?” વૈદ કહ્યું, “ના સાચું કહું છું. તને કુદરતનાં ત્રણ મોટાં વરદાન મળશે.”
યુવાને જિજ્ઞાસાથી પૂછ્યું, “કયાં વરદાન?” વૈદે કહ્યું, “જો. ભાઈ, પહેલું વરદાન એ કે તને જિંદગીમાં કોઈ દિવસ કૂતરું કરડશે નહિ. બીજું વરદાન એ કે તારા ઘરમાં કોઈ દિવસ ચોરી થશે નહિ. અને ત્રીજું વરદાન એ કે તારા વાળ ધોળા નહિ થાય.”
યુવાને કહ્યું, ‘વૈદરાજ, આ તો તમે ગપ્પાં મારો છો.'
વૈદે કહ્યું, “ના ભાઈ, સાચું કહું છું. જો તારો રોગ એટલો બધો આગળ વધી ગયો છે કે હવે થોડા દિવસમાં જ તારે લાકડીને ટેકે ચાલવું પડશે. જેના હાથમાં લાકડી હોય તેનાથી કૂતરાં આઘાં ભાગે; કરડે નહિ. વળી દમને લીધે આખી રાત તું સૂઈ નહિ શકે. બેઠાં બેઠાં આખી રાત કાઢવી પડશે. તું જાગતો બેઠો હોય તો તારા ઘરમાં ચોર કેવી રીતે આવે? અને તારા વાળ ધોળા થાય તે પહેલાં તો તારું આયુષ્ય પૂરું થઈ ગયું હશે, કાળા વાળ સાથે તું જશે.”
વૈદે માર્મિક રીતે મીઠાશથી યુવાનને સમજાવ્યું. યુવાને તરત જ વૈદરાજે કહ્યું તે પ્રમાણે ચરી પાળવાનું સ્વીકારી લીધું.
ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં, હિંદુ ધર્મમાં અન્નને આધારે આખું વિશ્વ ચાલ્યા કરે છે. અન્ન ન હોય તો પ્રજોત્પત્તિ ન હોય, અન્ન ન હોય તો જીવન ન હોય, શક્તિ ન હોય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org