Book Title: Virprabhuna Vachano Part 1 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 84
________________ नातिवेलं हसे मुणी ૭૫ જ સ્ત્રી આવી હોય ને એની સાથે હસીને વાત કરવી એ બે સ્થિતિ વચ્ચે પણ ફરક છે. આમ તો જો કે જૈન મુનિઓને મહિલા સાથે એકાંતમાં વાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તો પણ કેટલીક વાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જૈન મુનિ આગળ કોઈ એક જ મહિલા વંદન કરવા, સુખશાતા પૂછવા, પચ્ચખાણ લેવા, કોઈકના કંઈક સમાચાર આપવા એકલી આવી હોય. એવા સંજોગો કોઈક વખત ઊભા થાય કે ઉપાશ્રય કે સ્થાનકમાં એક કરતાં વધુ સાધુઓ બિરાજમાન હોય ત્યારે કોઈ એક સાધુ પાસે કોઈ એક સ્ત્રી આવીને બેસે તો એ મળવાનું બીજી રીતે તો જાહેર જેવું જ ગણાય, કારણ કે અન્ય સાધુઓની ઉપસ્થિતિમાં અને તેઓની નજર પડે એ રીતે મળવાનું થાય છે. તો પણ અન્ય કોઈ ન સાંભળે એવી રીતે અંગત વાત કરવાનો અવકાશ તો ત્યારે મળે જ છે. એવે વખતે સાધુએ ખપ પૂરતી જ વાત કરવી જોઈએ અને હસવાનું તો અવશ્ય ટાળવું જોઈએ. હાસ્યરસ નિર્દોષ આનંદ આપનારો છે તેમ છતાં હાસ્યરસનું એક મોટું ભયસ્થાન છે કે જો તે મર્યાદા ઓળંગે તો પોતાનું ગૌરવ ગુમાવી દે છે, કારણ કે અનૌચિત્ય એ હાસ્યરસનો વિભાવ છે. સામાન્યતામાં સરી પડવું, ગૌરવહીન બની જવું એ સાધુ માટે યોગ્ય ન ગણાય. એટલા માટે પણ સાધુએ હસવામાં બહુ સાવધાની રાખવાની અપેક્ષા રહે છે. | હાસ્ય એક પક્ષે હોવા છતાં બીજે પક્ષે તે લાગણી દુભાવનાર કે મર્મને ઘાત કરનાર બની શકે છે. બોલનારનો આશય જરા પણ ખરાબ નથી હોતો, પણ તેનું અર્થઘટન ખરાબ રીતે થઈ શકે છે. બીજી બાજુ કેટલાક માણસો એટલા બધા ચતુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170