________________
કુતુબુદ્દીન ઐબકે હિંદમાં પ્રથમ મુસ્લિમ પાદશાહી સ્થાપી, ને તે કાળથી સાર્વભૌમ ચક્રવર્તી પદ હિદુરાજાઓના ભાગ્યમાંથી આથમ્યું. આ મેઘલી રાતમાં વીજળીનો એકાદ સળવળાટ થયો. મહારાજ વિક્રમાદિત્ય હેમુ દિલ્હીશ્વર બન્યા. મડેવરના જૈન શ્રાવકના પુત્ર, જેનપુરની નિશાળના શેરશાહના સહાધ્યાયી ને પાછળથી દિલ્હીના એક ઝવેરી; એમને એક જતિજીએ પ્રેરણાનાં અમૃત પાયાં. એ વેળા દરેક ધર્મના અગ્રગણ્ય પુરુષો રાજ્યાશ્રમ માટે ખૂબ પ્રયાસ કરતા, પિતાનાં વિદ્યા, તપ, આત્મબળ વગેરેથી રાજાઓને રીઝવી ધર્મને પ્રચાર કરવામાં કૃતકૃત્યતા માનતા. ઝવેરી હેમરાજજી જુદી માટીના માણસ હતા. બીજ–ભૂમિ બધું તૈયાર હતું. અમૃત સિંચાયું કે એ પૃથ્વી ફાડી ઊગી નીકળ્યું. વર્ષાને અનુભવ, રાજશેતરંજની મુસદ્દીવટ ને પ્રચંડ યુદ્ધકળાના એ નિષ્ણાત હતા. એમની ગજસેના સુખ્યાત હતી. પ્રચંડ વિધાતક બળોને નાથવાની–નમાવવાની મૃત્યુંજય શક્તિ એમને સ્વાધીન–વશવતી હતી.
સોળમી સદીના એ યુદ્ધદેવતા હતા. એમનાં સ્વપ્નાં મહાન હતાં, પણ ઈતિહાસમાં બનતું આવ્યું છે કે મહાન સ્વપ્નને સદા એક નાનાશા અકસ્માતે મિટાવી નાખ્યાં છે. અજાણી દિશામાંથી આવેલા એક તીરે બધી બાજી ઊંધી વાળી. અકબરશાહના હાથે બેભાન હેમુછ કલ્લ થયા. આદર્યા અધૂરાં રહ્યાં-ઘણાનાં રહ્યાં છે તેમ. પ્રારબ્ધ અવળું ન હેત તો પુરુષાર્થમાં બીજા ચક્રવત થવાનું સામર્થ્ય હેમરાજજીમાં હતું. એમ બન્યું હોત તો...
પણ એ વિચાર માનવી સીમાથી પાર છે. - કુદરતને જે મંજૂર હતું તે થયું. જે વેલ પર જે ફૂલ ખીલવાનું એને ગમ્યું તે ખીલવું, શેરશાહ-હેમરાજ જેવાં અમૂલખ પુષ્પો ખેરવીને અકબરશાહ જેવું એક સહસ્ત્ર પાંખડીવાળું વિવિધરંગી ફૂલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org