Book Title: Vikramaditya Hemu Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 9
________________ પાલ જેવા પ્રચંડ જૈન વીરા મસીદે બંધાવે, મક્કાની હજ માટે વ્યવસ્થા કરી આપે, કાશ્મીરના જૈનુલ આબિદીન જેવા સુલતાને હિંદુ મંદિરના પુનરુદ્ધાર કરાવે. એ ઘટનાઓ બીનાએ અપવાદ માત્ર નથી. એ પણ કંઈક આત્મવિમર્શ અવશ્ય માગે છે. ચુસ્ત મુસ્લિમ બાદશાહ મહમદ ગજવીના સિક્કા (રાજમુદા) પર સંસ્કૃતમાં નાગરી ભાષામાં લેખ હોય ને ચુસ્ત મુસ્લિમ શેરશાહના સિક્કા પર સ્વસ્તિકની છાપ હેય, એ જ બતાવે છે કે જેવા અણભરોસા ને અવિશ્વાસ આજે રખાય છે તેવા પહેલાં નહેતા. ઈદ ને દિવાળી હિન્દુ-મુસ્લિમ બંનેના તહેવાર હતા, એ તો હજી આપણી આંખે દેખી ગઈ કાલની વાત છે. મારી નમ્ર માન્યતા છે કે, હિન્દુ-મુસ્લિમ મારામારીનું કારણ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આપણને મળેલું કટુ ફળ છે; મગરિબી રોશનીની માયાનું એ સંતાન છે. સાચા ધર્મને વિસારી ધર્મઝનૂનમાં મત બનેલા આપણે, નાની નાની વાતોમાં અસહિષ્ણુ બન્યા છીએ, પાગલ બન્યા છીએ. એક જ ભૂમિ, એક જ હવા ને પાણી પર જીવવાનું હોવા છતાં જાણે એકબીજાને પરદેશી પરદેશી લાગીએ. જાણે આપણું ઘર આપણું નથી. આપણા પૂર્વજોની ભૂમિ જાણે આપણી નથી. એ માયાદેવીને જ પ્રતાપ છે, કે એકબીજાના સમાન સ્વાર્થની ભૂમિકા પર ખડા હોવા છતાં સમન્વયનાં સુંદર તોને આપણે એકઠાં થવા દેતા નથી. * આટલે માત્ર ઉલ્લેખ કરી બાકીની વાત નવલકથા કહે એ જ ઉચિત લેખાશે. છેલ્લે છેલ્લે વિક્રમાદિત્ય હેમુ વિષે બે શબ્દો લખવા ઉચિત લેખાશે. ઈ. સ. એક હજારની સાલમાં બાદશાહ મહમૂદ ગજનવી ને શાહબુદ્દીન ગોરીના તેજીલા તોખારોએ આર્યાવર્તની ભૂમિ પર દાબડા આ વિષયમાં વધુ સમજવા માટે લેખકની લખેલ “સોમનાથનાં કમાડ” નામની વાત “ માદરેવતન” નામના પુસ્તકમાંથી વાંચવા ભલામણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 394