________________
૧૮]
[सुकृतकीर्तिकल्लोलिन्यादिवस्तुपालप्रशस्तिसङ्ग्रहः ॥ પહેલા શિલાલેખમાં વસ્તુપાલ-તેજપાલની સંક્ષિપ્ત યશોગાથા છે અને તે બીજા શિલાલેખની પૂર્વભૂમિકારૂપ છે, આથી એ સ્પષ્ટ થાય છે કે વસ્તુપાલ-તેજપાલે અવિરતપણે લક્ષ્મીનો સદ્વ્યય કરવામાં પાછીપાની નહોતી કરી, તેમ જ તેઓ યુદ્ધભૂમિમાં જયવંતા યોદ્ધા હોવા ઉપરાંત ઉત્તમ કોટિના રાજનીતિજ્ઞ હતા.
બીજા શિલાલેખની મુખ્ય ચાર હકીકતો આ પ્રમાણે છે :
૧. વસ્તુપાલ-તેજપાલે શત્રુંજય ઉપર ઉજ્જયંતાવતાર, સ્તંભનકીર્વાવતાર, સત્યપુરતીર્વાવતાર, નંદીશ્વરાવતાર અને શકુનિકાવિહારાવતારના નામે પાંચ તીર્થસ્મારક મંદિરો કરાવ્યાં હતાં, ઇન્દ્રમંડપ કરાવ્યો હતો, કપર્દિયક્ષના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, તેજપાલની પત્ની અનુપમાના નામનું અનુપમા સરોવર બંધાવ્યું હતું, અને મૂળનાયક શ્રીઆદીશ્વરભગવાનના મંદિર સામે પૂર્વપશ્ચિમ-ભાગમાં પોતાની અને પોતાના ભાઈઓની મૂર્તિઓ સહિત એક પોળ કરાવી હતી.
૨, વસ્તુપાલનાં માતા-પિતા અને ભાઈઓનાં નામોનો ઉલ્લેખ. ૩. વસ્તુપાલ-તેજપાલનો શ્રીસંઘ પ્રત્યે અનન્યબહુમાનવાળો ભક્તિભાવ.
૪. વસ્તુપાલ, ગૂર્જરેશ્વર મહારાજા વીરધવલ, લાવણ્યાંગ-લૂણિગ (વસ્તુપાલના મોટા ભાઈ), મલ્લદેવ-માલદેવ (વસ્તુપાલના મોટા ભાઈ), તેજપાલ (વસ્તુપાલના નાના ભાઈ), જૈત્રસિંહ (વસ્તુપાલના પુત્ર), અને લૂણસિંહ (તેજપાલના પુત્ર)ની ગુણાનુવાદપૂર્વક યશોગાથા.
બન્ને શિલાલેખોને શિલા ઉપર લખનાર ખંભાતનિવાસી વાજડનો પુત્ર યુવક અટકવાળો જયતસિંહ છે. ગિરનારના શિલાલેખોના આધારે આ જયતસિંહનું અપરનામ જંત્રસિંહ હતું અને તે કાયસ્થવંશીય વાલિગના પુત્ર સહજિગના પુત્ર વાજડનો પુત્ર હતો એ હકીકત જાણી શકાય છે.'
પહેલા શિલાલેખનો કોતરનામ બકુલસ્વામી નામના શિલ્પીનો પુત્ર ધ્રુવક અટકવાળો પુરુષોત્તમ છે. ગિરનારના શિલાલેખોના આધારે આ પુરુષોત્તમ વસ્તુપાલ શત્રુંજય ઉપર બાંધેલા ઇંદ્રમંડપ અને નંદીશ્વરાવતારના મુખ્ય શિલ્પી સોમદેવના પુત્ર બકુલસ્વામીનો પુત્ર હતો એ જાણી શકાય છે.
બીજા શિલાલેખનો કોતરનાર કુમારસિંહ નામનો સૂત્રધાર છે. આ કુમારસિંહ સૂત્રધાર બાહડનો પુત્ર હતો તે હકીકત ગિરનારના શિલાલેખો ઉપરથી જાણી શકાય છે.
આજ સુધીમાં ઉપલબ્ધ થયેલા વસ્તુપાલના શિલાલેખોની લિપિ અને ઉત્કીર્ણન સુંદર છે. પોતાના શિલાલેખોનું લિપિસૌષ્ઠવ બરાબર જળવાય તે માટે લેખનકળામાં સિદ્ધહસ્તલેખકની અને તદનુસાર તે લેખને સુંદર રીતે કોતરનાર સૂત્રધારની વસ્તુપાલ ખાસ પસંદગી કરતા હતા. આજે ઉપલબ્ધ થતા વસ્તુપાલના શિલાલેખોમાં લેખક અને ઉત્કીર્ણક કલાકારોના નામવાળા જે લેખો શત્રુંજય, ગિરનાર અને ખંભાતમાંથી મળ્યા છે તેમાં લેખક અને ઉત્કીર્ણક ઉપર જણાવેલા જ છે. લૂણવસહી-(આબૂ)ના શિલાલેખમાં લેખનું નામ નથી તેથી તેમાં જણાવેલ ઉત્કીર્ણક સૂત્રધાર
૧. જુઓ ગિરનાર ઇસ્ક્રિપ્શન્સ, નં. ૨, ૨૧ ૨૯. ૨. જુઓ ગિરનાર ઇસ્ક્રિપ્શન્સ, નં. ૨, ૨૩-૨૪, ૨૪-૨૫, ૨૬-૨૭, ૨૮-૨૯. ૩. જુઓ ગિરનાર ઇન્ઝિશન્સ, નં. ૨, ૨૧-૨૩, ૨૭-૨૮
D:\sukar-p.pm5\2nd proof