________________
परिशिष्टम् [१] वस्तुपालशिलालेख-प्रशस्तिसङ्ग्रहः ॥]
[ ૨૮ પાસેથી પુરસ્કાર લઈને ગર્વ અનુભવતા તેમ વસ્તુપાલ સમક્ષ પણ અનેક વિદ્વાનો આવતા હશે જ અને તે તેમની કૃતિઓની પૂરેપૂરી મહત્તા સમજીને સમુચિત પુરસ્કારથી તેમને સન્માનતા હશે એમાં જરા ય શંકા નથી. સંભવ છે કે આઠમો પ્રશસ્તિલેખ આવા જ કોઈ પ્રસંગનો હોય.
પ્રારંભમાં આપેલા બીજા શિલાલેખમાં વસ્તુપાલ માટે વપરાયેલું વિશેષણ શારાપ્રતિપન્નાપત્ય(સરસ્વતીનો દત્તક પુત્ર) પણ વસ્તુપાલમાં ઉત્તમ પાંડિત્ય અને પાંડિત્યપરીક્ષણ હતું તે વસ્તુનું સૂચક છે. વસ્તુપાલનું આ વિશેષણ જરાય અતિશયોક્તિ કે કવિચાટુતારૂપે નથી પણ એ એક હકીકતનું સૂચક છે કારણકે, વસ્તુપાલે પોતે રચેલા નરનારાયણાનન્દમહાકાવ્ય અને રૈવતકાદ્રિમંડન-નેમિનિસ્તવના અંતમાં પોતાને વાવઘટૂન અને શારાથર્નસૂન એટલે કે સરસ્વતીના ધર્મપુત્રરૂપે જણાવે છે.
ટૂંકમાં, વસ્તુપાલનો પરિચય આપનારલભ્ય સર્વસાધનોમાં તેનું પાંડિત્યડગલે ને પગલે આલેખાયેલું હોવાથી વિદ્વાનોને એના પ્રત્યે અનન્ય આકર્ષણ હતું તે નિર્વિવાદ હકીકત છે. સાથે સાથે અહીં એ પણ સમજી લેવું જોઈએ કે, વસ્તુપાલના સંબંધમાં ઉપલબ્ધ થતી નાનીમોટી રચનાઓની એ વિશેષતા છે કે તેના રચનારા ઉચ્ચકોટિના વિશિષ્ટ વિદ્વાનો હતા. આવા વિદ્વાનો વિદ્યા પ્રત્યેના સમુચિત આંતરિક આદર સિવાય કેવળ ધનકુબેરના ધનથી આકર્ષાય તેવા યાચકવૃત્તિવાળા હોઈ શકે જ નહિ, અને હોય તો તેમની રચનાઓ આવી પ્રાસાદિક બની શકે નહિ. આ ઉપરથી વસ્તુપાળમાં વિદ્યા પ્રત્યે તેમ જ વિદ્વાનો પ્રત્યે બહુમાનયુક્ત ભક્તિ હતી તે હકીકત સ્પષ્ટ થાય છે.
આજે પ્રચુરમાત્રામાં ઉપલબ્ધ થતી પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલસંબંધિત સમગ્ર સામગ્રીને જોતાં તે વીરગાથા, દાનગાથા, ધર્મગાથા અને વિદ્યાગાથાનો સાચો અધિકારી હતો એમ સ્પષ્ટ જણાય છે. આ હકીકતનો ટૂંકમાં પરિચય આ પ્રમાણે છે :
અન્યાન્ય યુદ્ધમાં સફળ યોદ્ધા તરીકેની કામગીરી, શંખનૃપ આદિ રાજાઓનો પરાજય કરવો તેમ જ બુદ્ધિ-શક્તિથી રાજયવહીવટનું સંચાલન : આ વસ્તુને વસ્તુપાલની વીરગાથા કહી શકાય. | દીન-હીન-દુઃખી જનોને અનુકંપાદાન આપવું, સાર્વજનિક ઉપોયગ થાય–લાભલેવાય તેવાં સ્થાનો દા. ત., કૂવા, વાવો, તળાવો, પરબો, સત્રાગારો-સદાવ્રતો વગરે બંધાવવા અને વિદ્યાના બહુમાનરૂપે વિદ્વાનોને પુરસ્કારરૂપે ભક્તિભાવપૂર્વક દાન આપવું–આ વસ્તુને વસ્તુપાલનો દાનધર્મ કહી શકાય.
આબૂ-દેલવાડાનાં વિશ્વવિખ્યાત મંદિરોનું નિર્માણ, શત્રુંજય ઉપર ઇન્દ્રમંડપ, નંદીશ્વરાવતાર, સ્તંભનકતીર્વાવતાર, શકુનિકાવિહારાવતાર, સત્યપુરતીર્વાવતાર. ઉજ્જયંતવાતર, અવલોકન-સાંબપ્રદ્યુમ્ન-અંબાનામકગિરનારશિખરચતુષ્કાવતારનાં પ્રતીકરૂપે તે તે તીર્થાદિનું નિર્માણ, ગિરનાર ઉપર અષ્ટાપદાવતાર, સમેતશિખરાવતાર, શત્રુંજયાવતાર, સ્તંભનકતીર્વાવતારના પ્રતીકરૂપે તે તે તીર્થનું નિર્માણ, ધોળકા વગેરે સ્થળોમાં નવીન જિનમંદિરોનું નિર્માણ, શ્રીપંચાસરપાર્શ્વજિનમંદિર (પાટણ), શ્રીપાર્શ્વજિનમંદિર તથા શ્રીયુગાદિજિનમંદિર (ખંભાત), વ્યાધ્રપલ્લી-વાઘેલનું જિનમંદિર, શ્રીઆદીશ્વરજિનમંદિર તથા અંબિકામંદિર (કાસદુદતીર્થ), વલભી(વળા)નું શ્રીયુગાદિજિનમંદિર આદિ અનેક જિનમંદિરોનો જીર્ણોદ્ધાર, અનેક જિનમંદિરોમાં વિવિધ જિનબિંબોનું પ્રતિષ્ઠાપન, ધોળકા, ખંભાત વગેરે સ્થળોમાં નવા ઉપાશ્રયોનું નિર્માણ, ભરૂચ વગેરે સ્થળોના મંદિરોમાં સુવર્ણદંડાદિ ચડાવવા, શત્રુંજય, ઉજજયંતાદિ અનેક તીર્થોની અનેકશઃ યાત્રાઓ કરવી, સાત ગ્રંથભંડારો લખાવવા—આ બધી હકીકતોને વસ્તુપાલની ધર્મગાથા કહી શકાય.
D:\sukar-p.pm5\2nd proof