________________
परिशिष्टम्
[૧] वस्तुपालशिलालेख-प्रशस्तिसङ्ग्रहः ॥
પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિલેખો [ તીર્થાધિરાજ શત્રુંજય ઉપરથી મળેલ બે શિલાલેખો તથા દસ ગ્રંથસ્થ પ્રશસ્તિલેખો ]
-આગમપ્રભાકર મુનિશ્રીપુણ્યવિજયજી આ લેખમાં ગૂર્જરેશ્વર મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ સંબંધી અદ્યાવધિ અપ્રસિદ્ધ બે શિલાલેખો અને દસ પ્રશસ્તિલેખો આપવામાં આવ્યા છે.
ઉપર જણાવેલા બન્ને શિલાલેખો એક જ દિવસે લખાયેલા છે અને એક જ સ્થાનમાંથી મળી આવ્યા છે, તેથી આ બે શિલાલેખો વસ્તુપાલ-તેજપાલે તીર્થાધિરાજ શત્રુંજયગિરિ ઉપર કરાવેલી પોળના જ છે તે નિશ્ચિત થાય છે. બીજા શિલાલેખમાં શત્રુંજય ઉપર શ્રીઆદીશ્વરભગવાનના મંદિરની સામે પોળ કરાવ્યાનો ઉલ્લેખ છે તેથી એમ લાગે છે કે આજે જેને વાઘણપોળ કહે છે તે પોળના સ્થાને વસ્તુપાલ-તેજપાલની કરાવેલી પોળ હોવી જોઈએ. પ્રસ્તુત શિલાલેખો પણ વાઘણપોળના સમારકામમાંથી મળી આવ્યા છે, તેથી પણ આ હકીકત વધારે સ્પષ્ટ થાય છે. વસ્તુપાલ-તેજપાલે કરાવેલી પોળ કયારે જીર્ણ-શીર્ણ થઈ હશે ? તેનો જીર્ણોદ્ધાર કે તેના સ્થાને નવીન પોળ ક્યારે થઈ ? અને નવી થયેલી પોળનું ‘વાઘણપોળ' નામે કેમ થયું ? આ હકીકત હવે શોધવી રહી. અસ્તુ.
પહેલો શિલાલેખ સંસ્કૃતપદ્યમય છે. બીજા શિલાલેખની રચના સંસ્કૃત ગદ્ય-પદ્યમય છે. બન્ને શિલાલેખોમાં આવતાં કેટલાંક પદ્યો ગૂર્જરેશ્વરપુરોહિતસોમેશ્વરદેવવિરચિત લુણવસહી-(આબુ)પ્રશસ્તિલેખ, શ્રીઉદયપ્રભસૂરિવિરચિત સુતકીર્જિકલ્લોલિની, શ્રીઅરિસિંહઠક્કરવિરચિત સુકૃતસંકીર્તન, અને શ્રીનરેન્દ્રપ્રભસૂરિકૃત વસ્તુપાલપ્રશસ્તિ આદિમાં મળે છે, તેથી આ શિલાલેખોનો પદ્યવિભાગ વસ્તુપાલસંબંધિત સાહિત્યમાંથી લેવાયો છે તે નિશ્ચિત થાય છે.
D:\sukar-p.pm5\2nd proof