________________
परिशिष्टम् [१] वस्तुपालशिलालेख-प्रशस्तिसङ्ग्रहः ॥]
[ ૬ રૂ श्रीतेजपालतनयस्य गुणानतुल्यान् श्रीलूणसिंहकृतिनः कति न स्तुवन्ति ? । [૨૧] શ્રીવંધનોધ્વસ્તરે વૈઃ સુમંતાदुद्दामता त्रिजगति क्रियतेऽस्य कीर्तेः ॥६॥ प्रसादादादिनाथस्य यक्षस्य च कपर्दिनः । वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिः स्वस्तिशालिनी ॥७॥ स्तम्भतीर्थध्रुवजयतसिंहेन लिखिता ।
[२०] उत्कीर्णा च सूत्र० कुमारसिंहेन महामात्यश्रीवस्तुपालस्य प्रशस्तिरियं ॥ શુભમતુ II છે II
પહેલા શિલાલેખનો ભાવાર્થ :
વિશ્વસ્થિતિરૂપ નાટકના પ્રથમ સૂત્રધાર, બ્રહ્મતેજને ધારણ કરનાર, કરોડો ઇંદ્રો અને સુરાસુરો જેમને વંદન કરે છે તે શ્રીયુગાદિદેવ જયવંતા વર્તે. (૧)
બુદ્ધિરૂપી સિદ્ધાંજનથી નિર્મળ થયેલું વસ્તુપાલ-તેજપાલરૂપી જેનું નેત્રયુગલ છે તે વીરધવલની કીર્તિ સ્વર્ગ, પાતાળ, પૃથ્વી અને સમુદ્રપર્યન્ત અહોનિશ પ્રસરો. (૨)
ઇંદ્રના નંદનવનનો રખેવાળ ઇંદ્રને કહે છે : હે દેવલોકના સ્વામી ! ઉપાધિ થઈ છે. ઇંદ્ર કહે છે : શી ઉપાધિ છે? ઉદ્યાનપાલ કહે છે : આપણા નંદનવનમાંથી કલ્પવૃક્ષ ચોરાયું છે. ઇંદ્ર કહે છે : આવું બોલ મા, મનુષ્યો ઉપર કરુણા ઊપજવાથી મેં કલ્પવૃક્ષને વસ્તુપાલરૂપે પૃથ્વીતળને શોભાવવા કહ્યું છે. (૩)
ચોથો શ્લોક ખંડિત છે તેથી તેનો ભાવાર્થ લખ્યો નથી,
સમસ્ત શત્રુઓને પરાજિત કરનાર અને આશ્ચર્યકારી જીવન જીવનાર આ વસ્તુપાલ સ્નેહીજનોને સુખ આપવાથી શંકર સમાન હોવા છતાંય લક્ષ્મીના આલિંગનથી શોભાયમાન થઈને પ્રકાશે છે, એટલે કે વિષ્ણુસમાન છે. (૫)
છä પદ્ય ખંડિત છે તેથી તેનો ભાવાર્થ નથી લખ્યો.
મૂર્તિમંત શૌર્ય અને નીતિ જેવા અનુક્રમે વીરશિરોમણિ વસ્તુપાલ અને બુદ્ધિમાન તેજપાલ જેવા જેના મંત્રી છે તેવા મહારાજા વિરધવલની કોણ પ્રશંસા નથી કરતું? (૭)
કચ્છપાવતાર અને વરાહાવતારની કળાને ધારણ કરનારા આ બે શ્રેષ્ઠમંત્રીઓ જેના ઉદયકારી અતીવ આનંદને ફેલાવે છે તે અનંતશૌર્યવાળો બળવાનું વીરધવલ જય પામે છે. અહીં વીરધવલને પર્વત અને સમુદ્રસહિત પૃથ્વીનો નિરંતર ઉદ્ધાર ઇચ્છનાર જણાવ્યો છે. (૮)
પવિત્ર જીવન જીવનાર શ્રીવાસ્તુપાલ દીર્ઘકાળ પર્યત સદાચારી જનોનું પોષણ કરો, પોતાના જગવ્યાપી ગુણોથી જગતને ખુશ કરો, કલ્યાણને વરી, યશ મેળવો અને પાપોનો નાશ કરો. (૯)
D:\sukar-p.pm5\2nd proof