Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 12
________________ 10 પુસ્તક વાંચનથી મને ફાયદો થશે જ તેની ખાતરી શું? ← છે વાંચવાથી ફાયદો થતો નથી. પછી તેઓ એવું માનતા થઈ જાય છે કે, ‘પુસ્તકો વાંચવાથી કશું થતું નથી..’ તમે ઈચ્છતા હો કે પુસ્તકોથી તમારા જીવન પર હકારાત્મક અસર ઉભી થઈ શકે અને તેમનાથી તમને જીવનમાં ફાયદો થાય, તો નીચેની કેટલીક બાબતોને સમજી, તેનો અમલ કરવાનું ચુકશો નહીં. વાંચવાનું પુસ્તક છે, પરંતુ સમજવાનું જીવનને છે ઃ પુસ્તકની અંદરની ફિલસૂફી કે જ્ઞાન, જીવનથી અલગ નથી. પુસ્તક વાંચતી વેળાએ, આપણું સમગ્ર જીવન પાર્શ્વભૂમિકામાં રહેવું જોઈએ. તે જ પ્રમાણે પુસ્તક વાંચ્યા પછી, જે સમજાય, તેનો પ્રયોગ પાછો જીવનમાં થવો જોઈએ. જેઓ પોતાના જીવનને પ્રામાણિકતાથી જોતા અચકાય છે, ગભરાય છે તેમને માટે પુસ્તકવાંચન ખાલી બૌદ્ધિક અનુભવ બની રહે છે, જેઓ જીવન પરિવર્તન માટે તીવ્ર અભિપ્સા ધરાવે છે તેઓ જ પુસ્તકમાંના માર્ગદર્શનનો સાચો ફાયદો ઉઠાવી શકે છે. સાચું જીવન જીવવાની ઈચ્છા કે અભીપ્સા વિના કોઈ પણ પુસ્તકમાંથી મળતી માહિતી વખારમાં ખડકેલા સામાનની જેમ મનુષ્યની સ્મૃતિમાં પડી રહે છે. મનુષ્યના જીવન સાથે તેનો કોઈ જ સંબંધ રહેતો નથી. પોતાના જીવનમાં પરિવર્તન આણવાની ઉત્કટ અને દ્રઢ સહૃદયી ઈચ્છાથી કોઈ પુસ્તકના સંદેશને સમજીને જીવવા મંડી પડવાની ધગશથી જયારે તે પુસ્તક વાંચવામાં આવે ત્યારે પુસ્તકવાંચન સૌથી વધુ ફાયદાકારક નીવડે છે. Qg A

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100