________________
આ પુસ્તકનો ઉપયોગ કેવી રીતે કરશો ?
Q A
આ પુસ્તક વાંચવા માટે નથી, પણ મારે કયા પુસ્તકનું વાંચન કરવું જોઈએ અથવા કયા ગ્રંથનો અભ્યાસ કરવો જોઈએ ?’ તેનું માર્ગદર્શન મેળવવા માટે છે. આ પુસ્તકમાં દરેક વિષયના વાંચન કરવા યોગ્ય શ્રેષ્ઠ પુસ્તકોની માહિતી આપવામાં આવી છે.
વાચકે સૌ પ્રથમ અનુક્રમણિકામાં જોઈને પોતાને કયા વિષયનાં પુસ્તકો વાંચવામાં રસ છે તે નક્કી કરી લેવું જોઈએ. ત્યારબાદ તે વિષયની પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તક પસંદ કરી તેનું વાંચન શરૂ કરવું.
‘મોસ્ટ ઈમ્પોર્ટન્ટ બુકસ’ ચાર્ટમાં કઈ ઉંમરના વાચકે કઈ પુસ્તકો ખાસ વાંચવી જોઈએ, તેની માહિતી આપવામાં આવી છે. વાંચન માટે પુસ્તક પસંદ કરતી વખતે આ ચાર્ટનો પણ અવશ્ય ઉપયોગ કરી શકાય.
‘લેંગ્વેજ ચાર્ટ’માં પ્રસ્તુત પુસ્તકમાં કયા વિભાગમાં કેટલી પુસ્તકો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં છે તેની નોંધ આપેલી છે. તેના દ્વારા પોતાની ઈચ્છિત ભાષાની પુસ્તકો મેળવી શકાશે.
પુસ્તકને અંતે બે સંસ્થાઓ - ‘શ્રુતસંગમ’ અને ‘આચાર્ય સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા'-નો પરિચય આપ્યો છે. વાંચન માટે જોઈતી પુસ્તક મેળવવા માટે તે બે સંસ્થાના સંપર્કસૂત્રો અને વેબસાઈટનો ઉપયોગ કરી શકાશે.
જો કોઈ પુસ્તક જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ ન હોય તો પ્રકાશક સંસ્થા પાસેથી સીધું જ મેળવી શકાય તે માટે પ્રકાશકોના એડ્રેસ, કોન્ટેક નંબર વગેરે પબ્લિશર ડિરેકટરી' માં આપવામાં આવેલ છે. તેના દ્વારા ડાયરેકટ પ્રકાશક સંસ્થા પાસેથી પણ પુસ્તક મેળવી શકાશે. પુસ્તક વાંચન વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે જાણવા માટે ‘ગુડ હેબિટ્સ ફોર ગુડ રીડીંગ'નો ઉપયોગ કરો.
A