Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 19
________________ અત્યાર સુધી સૂનમૂન બેઠેલા ડગ્લાસને હવે વાતમાં કંઈક રસ પડયો. દિકરા ! એ થોમસ તારી જેમ રડવા ન્હોતો બેઠો.' ‘ત્યારે !’ ‘એ ફરી લખવા બેઠો. આખો ગ્રંથ ફરી લખ્યો અને તે પણ ટૂંક સમયમાં.' કેવી રીતે મા ?? ગ્રંથના પદાર્થોતો મનમાં હતાં જ. જેમ જેમ લખતો ગયો એમ એમ સ્ફૂરણા થતી ગઈ. પહેલી વખતના અનુભવમાંથી ઘણા બોધપાઠો લઈ ઘણી ભૂલો સુધારી. મૂળ ગ્રંથ કરતાં પણ વધુ સુંદર ગ્રંથ તૈયાર કર્યો. આજે આ પુસ્તક ઘણું પ્રસિદ્ધ છે.' થોમસની વાતે ડગ્લાસને ચાનક ચડાવી. એણે સાધનો હાથમાં લીધા ને કામ શરૂ કર્યુ. થોડાં દિવસ પછી નોબલીટ સ્ટેચ્યુ જોવા આવ્યા. સ્ટેચ્યુ જોતાં જ આફરીન પોકારી ગયા. ‘અલ્યા ડગ્લાસ ! તે આખું પૂતળું નવેસરથી તૈયાર કર્યુ લાગે છે.” પ્રતિમા ખરેખર અદ્ભૂત બની છે. જયારે એ પ્રતિમા કારખાનાના ચોકમાં મૂકવામાં આવી ત્યારે જોનારા બોલી ઉઠ્યા ‘શું મૂર્તિ બની છે...' ડગ્લાસને થયું : મા એ ફ્રેંચ ક્રાંતિના ઈતિહાસની વાત ન કરી હોત તો હું હતાશ અને ભાંગી પડેલા યુવકથી વિશેષ કશું ન હોત. આદર્શ પ્રેરણાઓ જીવનના પ્રવાહને પલટે છે. જીવનમાં હતાશાને કયારેય સ્થાન ન આપો. સાભાર : પ્રસંગ વિલાસ પુસ્તક પ્રેરણા આપે છે. 17

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100