________________
24
થી કલાસ ઓફ રીડર્સ
કેટલાક લોકો માટે વાંચન એ ‘ટાઈમપાસ' છે. તે લોકોને વાંચન કરતા ટાઈમને પસાર કરવાનું મહત્ત્વ વધુ હોય છે. આવા વાચકો વાંચન દ્વારા પ્રાયઃ કોઈ લાભ મેળવી શકતા નથી.
કેટલાક લોકો માટે વાંચન એ ‘હોબી' છે. તે લોકો માટે ‘વાંચવું’ એ મહત્ત્વનું હોય છે. પણ વાંચન દ્વારા મને શું બોધ મળ્યો અને મારે જીવનમાં શું પરિવર્તન લાવવું જોઈએ તેની ચિંતા તેઓ કરતા નથી. આવા વાચકો વાંચન દ્વારા કંઈક લાભ તો મેળવે છે, પણ જોઈએ તેટલો નહી.
કેટલાક લોકો માટે વાંચન એ ‘ઈન્વેસ્ટમેન્ટ' છે. તે લોકો માટે જેટલું મહત્ત્વ વાંચનનું છે, તેટલું જ મહત્ત્વ વાંચન દ્વારા પ્રાપ્ત થતાં બોધનું અને તેના દ્વારા જીવનમાં આવતા પરિવર્તનનું પણ છે. આવા વાચકો વાંચન દ્વારા લખલૂટ લાભ મેળવે છે.
વાચક રોજેરોજ પોતાની વાંચનક્રિયાના સ્તરને તપાસતો રહે તો જલ્દીથી તે ત્રીજા સ્તર સુધી પહોંચી શકે.
-આ.વિ.જગચંદ્રસૂરિ
થી કલાસ ઓફ રીડર્સ