Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 90
________________ shala.org પર વિદ્યમાન છે. તત્વજ્ઞાનશાળા દ્વારા વિવિધ વિષયના પુસ્તકોનું પ્રકાશન પણ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા પ્રકાશિત પુસ્તકોની સંપૂર્ણ માહિતી સંસ્થાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે, તથા તે દરેક પુસ્તકોની pdf ફાઈલ વેબસાઈટ પરથી નિશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. તત્વજ્ઞાનશાળા દ્વારા આગમગ્રંથો તથા અન્ય પ્રાચીન ગ્રંથોને સુવર્ણની, રૂપાની અને કાળી શાહીથી સેંકડો વર્ષ સુધી ટકે તેવા કાગળો પર લખાવવામાં આવે છે. સંસ્થા દ્વારા સાધુ-સાધ્વીજી ભગવંતોને સંશોધનમાં સહાયક બને તે માટે જૂની લિપી શિખવાડવામાં આવે છે. તથા સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ, બાળકો માટે ઉનાળુ વેકેશન શિબિરનું આયોજન કરવું વગેરે કાર્યો પણ સંસ્થા દ્વારા થતા રહે છે. વર્તમાનમાં પરમ પૂજય તપાગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામસૂરીશ્વરજી મહારાજા (ડહેલાવાળા)ના શિષ્યરત્ન પ.પૂ.આ.ભગવંત જગવ્યંદ્રસૂરીશ્વરજી મ.સા. સંસ્થાને યોગ્ય માર્ગદર્શન પૂરૂ પાડી રહ્યા છે. તેઓએ જૈન શ્રી સંઘમાં વાંચન પ્રત્યે રૂચિ કેળવાય અને વાચકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે વાંચન આંદોલન : રીડર્સ ગાઈડ’ પુસ્તકનું સંપાદન કર્યુ છે. અમે આ ક્ષણે તેઓશ્રીને વિનંતી કરીએ છીએ કે તેઓ આજ રીતે શ્રી સંઘને માર્ગદર્શન આપતા રહે જેથી શ્રી સંઘના ઉત્થાનનો માર્ગ પ્રશસ્ત બને. એ જ લી. આચાર્ય સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્વજ્ઞાનશાળાના ટ્રસ્ટીગણના વંદન નોંધી લો ડાયરીમાં અમદાવાદ તથા સુરત શહેરમાં વસતા જિજ્ઞાસુ વાચકોને વાંચન માટે કોઈ પુસ્તકની આવશ્યકતા હોય તો તેઓ આચાર્ય સુરેન્દ્રસૂરીશ્વરજી તત્વજ્ઞાનશાળામાં સ્થિત જ્ઞાનભંડારનો લાભ લઈ શકે છે. આપને જોઈતી પુસ્તક જ્ઞાનભંડારમાં છે કે નથી તે સંસ્થાની વેબસાઈટ દ્વારા આપ જાણી શકો છો. તથા નીચેના સંપર્ક સૂત્રોનો પણ ઉપયોગ કરી શકો છો. web : www.jaintatvagyanshala.org e-mail : info@jaintatvagyanshala.org વિશેષ જાણકારી માટે કોન્ટેક નં. અમદાવાદ : સુરત : ગુણવંતભાઈ (ટ્રસ્ટી) મો. ૯૪૨૮૫ ૦૨૪પ૬ હસમુખભાઈ (ટ્રસ્ટી) મો. ૯૮૯૮૧ ૮૮૮૧ર પરેશભાઈ (કમિટી) મો. ૯રર૭૮ પSO9s |તુષારભાઈ (કમિટી) મો. ૯૮રપ૩ ૯૯૭૩૪ 88

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100