________________
પુરાક પસંa]
જ્ઞાનમંsiાની મહત્તા જવાહરલાલ નહેરૂ પાસે એકવાર એક પ્રતિનિધિમંડળ આવ્યું.
સાહેબ ! અમે આપને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવા આવ્યા છીએ.”
શેનું ઉદ્ઘાટન કરવાનું છે ?” પુસ્તકાલયનું.”
સારું, સારું પુસ્તકો તો મને બહુ જ ગમે છે. જ્ઞાન મેળવવા માટેનું સારામાં સારું સાધન પુસ્તકો છે. આવા પુસ્તકાલયો જાહેર જનતા માટે ખોલવાનું કામ ખરેખર પ્રશસ્ય છે. હું જરૂર આવીશ ઉદ્ઘાટન કરવા. તમે મારા મદદનીશને સ્થળ, સમય વગેરે જણાવી દો જેથી જરૂરી વ્યવસ્થા તે કરી શકે.”
નહેરૂજીનો ઈશારો થતાં મદદનીશે ડાયરી હાથમાં લીધી અને પેન ખોલી. પ્રતિનિધિ મંડળે તારીખ જણાવી...અને ડાયરીમાં નજર નાંખતા જ મદદનીશ બોલી ઉઠયો : “નહીં બની શકે.”
કેમ નહીં બની શકે ?’ નહેરૂએ પૂછયું. ‘જી, આ તારીખે એક ટંકશાળનું ઉદ્ઘાટન કરવાનું નિશ્ચિત થયેલું
નહેરુ : “જુઓ ! ટંકશાળમાંથી શું બહાર પડે છે, રૂપિયાને..? અને ધન તો નશ્વર છે. જયારે પુસ્તકના પાને પાને જ્ઞાન પડ્યું હોય છે. જ્ઞાન એ અમૂલ્ય ધન છે. એટલે પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે ટંકશાળનું ઉદ્દઘાટન રદ કરો.”
એમ જ થયું. જ્ઞાનનું મૂલ્ય ઘણું છે.
કારતક સુદ પાંચમને કેટલાક લાભ પાંચમ કહે છે. પણ જ્ઞાનનું મૂલ્ય સમજનારા તો એને જ્ઞાન પાંચમ જ કહેવાના. ધન નહીં, જ્ઞાન મૂલ્યવાન છે.
સાભાર : પ્રસંગ વિલાસ
[][][] જ્ઞાનમંકારની મહત્તા
18