________________
મુક હેબિટ્સ ફોર યુ રીડીંગ ક
Good Habits
સારા વાચક બનવા માટેના ૭ માઈલ સ્ટોન !
૧) પુસ્તક એ જ્ઞાનનું સાધન છે. તેની આશાતના ન થાય તેવી રીતે તેનો ઉપયોગ કરો.
પુસ્તક કેટલે સુધી વંચાયું છે તેની નોંધ માટે ‘બુકમાર્ક' નો ઉપયોગ કરો. ‘બુકમાર્ક' ને બદલે કોઈ કાગળનો ટુકડો પણ મુકી શકો. પણ નિશાની માટે કયારેય પણ પેજને વાળશો નહિ.
૩) વાંચન કરતી વખતે એક ડાયરી હંમેશા સાથે રાખો. પુસ્તક વાંચન દરમ્યાન કોઈ વિગતો મહત્વપૂર્ણ લાગે, કોઈ વાક્યો કે પેરેગ્રાફ અત્યંત હૃદયસ્પર્શી હોય-તે બધી વિગતો-વાકયો તે ડાયરીમાં નોંધી લો. તેની સાથે તે પુસ્તકનું ટૂંકુ નામ અને પેજ નંબર પણ નોંધી લેવા.
૪) પુસ્તકમાં રહેલી મહત્વપૂર્ણ વિગતો, હૃદયસ્પર્શી વાકયો-પેરેગ્રાફની નીચે
પેન્સિલથી આછી લાઈન પણ કરી શકાય. જેથી પાછળથી ગમે ત્યારે તે વિગત શોધવામાં સરળતા પડે. અને તમારા પછી જે વાચકો આ પુસ્તક વાંચે તેમનું પણ આ વિગતો - વાકયો તરફ ધ્યાન ખેંચાય.
૫) પુસ્તક વાંચન દરમ્યાન કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્ન ડાયરીના પાછળના ભાગમાં નોંધી લો. સાથે તે પુસ્તકનું ટુંકુ નામ અને પેજ નંબર પણ નોંધી લેવા.
૬) દરેક પ્રકરણ પૂરૂ થાય પછી ફરીથી તે પ્રકરણ ઉપર નજર ફેરવી લો અને તે પ્રકરણમાં શું કહેવામાં આવ્યું છે તે બરાબર સમજી લો.
૭) સંપૂર્ણ પુસ્તક વંચાઈ ગયા પછી આ પુસ્તકથી તમને શું પ્રેરણા મળી, શું નવું જાણવા મળ્યું ? તેની નોંધ (૧ કે ૨ પેજમાં) તમારી ડાયરીમાં અવશ્ય કરો.
ગુડ હેબિટ્સ ફોર ગુડ રીડીંગ
19