________________
પક પHa| પુસ્તક પ્રેરણા આપે છે.
કોલેજિયન યુવાન ડગ્લાસ શિલ્પશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો.
બાવલા સ્ટેચ્યું તૈયાર કરવાની કળામાં ઠીક ઠીક જાણકાર બન્યો. વેકેશન પડ્યું ને ઘરે આવ્યો. પણ એનું મન કંઈક ઘડવાના મનસૂબા ઘડી રહ્યું હતું. હાથ કોઈકનું બાવલું બનાવવા સળવળી રહ્યા હતાં. કોઈક કામ જો મળી જાય તો કોલેજમાં મેળવેલા થિઅરીકલ અભ્યાસને પ્રેકિટકલ રૂપ મળી જાય. થોડીક આવક પણ થઈ જાય. - સારા નસીબે પાકર્સ ઉદ્યોગના વડા નોબલીટનું પૂતળું બનાવવાનો ઓર્ડર મળી ગયો. નોબલીટે પોતાની અનેક પ્રવૃત્તિઓમાંથી બે કલાક મૂર્તિકારને મોડલ તૈયાર કરવા માપ વગેરે લેવા આપવાનું નકકી કર્યુ.
નોબલીટને જોઈ જોઈ માટીના પિંડને ધીમે ધીમે ડગ્લાસ આકાર આપવા માંડયો. જુવાન કારીગરને હવે ખબર પડવા માંડી કે માણસના ચહેરાની રેખાઓ અને ઘાટને માટીના પિંડમાં ઉતારવાનું કામ સહેલું નથી.
બે કલાકમાં જુદા જુદા એંગલથી નોબલીટનું ધ્યાનથી નિરીક્ષણ કર્યુ. લેવાય એટલા માપ લીધા. માટી ઉપર હાથ અજમાવાય એટલો અજમાવ્યો, પણ પરિણામ સંતોષજનક આવ્યું નહી.
નોબલીટની બીજી બેઠક અને ત્રીજી બેઠક થઈ. ઘણા ઘાટ બદલાવ્યા. ઘણા સુધારા વધારાના અંતે ગાડી કંઈક પાટે ચડી, એકંદર ચહેરાનો અને શરીરના અંગોપાંગનો આકાર બરાબર થવા માંડયો. હવે ચહેરો થોડો પ્રસન્ન અને ભાવવાહી બનાવવાનું કામ હતું.
પણ એટલામાં તો વેકેશન પૂરું થયું અને કોલેજમાં જવાનો દિવસ આવી પહોંચ્યો.
ડગ્લાસે કહ્યું : “સાહેબ ! હવે આગળનું કામ આવતાં વેકેશનમાં પૂરું કરીશું, ત્યાં સુધી આ પૂતળાને મારા ઘરે રાખીશ અને ભીનું રાખવાની વ્યવસ્થા રાખીશ, જેથી માટી સૂકાઈને તિરાડ ન પડે.”
પુસ્તક પ્રેરણા આપે છે.
15