________________
ત્યાગ કરાવનારો છે, એ અહિતકર છે, આત્માનું અકલ્યાણ કરનારો છે. આશાતનાના ભયથી આશાતનાનો ત્યાગ કરવાને બદલે અર્થાત આશાતના ન થઈ જાય એની કાળજી રાખવાને બદલે જેઓ સમૂળગો ધર્મના પુસ્તકોનો જ ત્યાગ કરે છે એમનું અજ્ઞાન અને મિથ્યાત્વ ટળે નહીં, ઉપરાંત તેઓ સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્રથી વંચિત રહે અને એમનું ભવભ્રમણ ટળે નહિ એમ બનવા જોગ છે.
જેઓ શાસ્ત્રાનુસારે લખાયેલા ધર્મના પુસ્તકોનો આદર કરીને એને પોતાના ઘરમાં રાખે છે, આશાતના ન થાય એની કાળજી રાખે છે, તેમજ વિનય બહુમાનપૂર્વક એનું વાંચન-મનન-અધ્યયન કરે છે, એમના જીવનમાંથી અજ્ઞાનનું અંધારું દૂર થાય છે અને આંખના પાટા સમાન મિથ્યાત્વ પણ ટળે છે, અવિવેક દૂર થાય છે અને વિવેકરૂપી ચક્ષુ ખૂલે છે, તેમજ સમ્યગુજ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશથી એમનું જીવન ઝળહળી ઉઠે છે. તેથી તેઓ સમ્યગદર્શન અને સમ્યગુચારિત્ર પણ પામી શકે છે અને પરંપરાએ મોક્ષને પણ પામે છે. માટે ધર્મનું પુસ્તક ઘરમાં રાખવાથી જ્ઞાનની આશાતના થાય, એવી અજ્ઞાનના ઘરની અહિતકર અકલ્યાણકારી માન્યતાનો કલ્યાણના અર્થી આત્માઓએ વહેલામાં વહેલી તકે ત્યાગ કરી દેવો જોઈએ અને ધર્મના પુસ્તકોને આદરપૂર્વક ઘરમાં રાખવા જોઈએ.
સાભાર : કલ્યાણ
Q & A