________________
જેલું તે જ છે. શ્રી વીતરાગદેવનું જ્ઞાન જે કઈ પણ આગમમાં ગુંથેલું હોય, તે સર્વ સવાધ્યાય ગ્ય જ છે. તે જ્ઞાનનું ચિંતવન અને પરિશીલન આત્માને સ્થિર–સ્વભાવી બનાવે જ છે. આત્માનું સાચું દર્શન કરાવવાને એ સમર્થ જ હોય છે. | સર્વ જીવોને સરળતાથી સ્વાધ્યાય યોગ્ય અને રસભરપૂર, તેમજ વૈરાગ્ય, અધ્યાત્મ તથા ત્યાગથી તરબળ વર્તમાનકાળમાં
શ્રી ઉત્તરાધ્યયનસત્ર ઘણું જ પ્રચલિત અને પ્રસિદ્ધ છે. શ્રી વીર ભગવંતના પવિત્ર શાસનમાં નવદીક્ષિત સંયમીને જીવનની સ્થિરતા, દઢતા તથા રસમયતા અર્થે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર જ પ્રથમ ભણાવવામાં આવતું હતું. સૂત્રાધ્યયનના નિમિત્તને મેળવીને ભવ્યાત્માએ અણીશુદ્ધ ચારિત્રનું પાલન કરી સ્વશુદ્ધિ મેળવતા હતા. શ્રી વીર પ્રભુની અંતિમ વાણી રૂપ આ છત્રીશ અધ્યયનેથી શેભિત શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અનેકને સ્વાધ્યાયથી ઉપકારજનક બની રહ્યું છે. પ્રત્યેક અધ્યયનેમાં આધ્યાત્મિક જીવનની રસધારા સમા રસિક અને બેધત્પાદક અનેક વિષયનું વિશદ વિવેચન છે. મૂળ પ્રાકૃત ભાષામાં સંકલિત છે અને એ સૂત્ર ઉપર અનેક મહાપુરૂષની વિદ્રોગ્ય અનેક ટીકાઓ રચાયેલી છે. તેમાં વાદિવેતાલ પૂ. શ્રી શાન્તિસૂરિજી મહારાજની ટીકા તે સર્વશ્રેષ્ઠ સર્વ દર્શનેને જ્ઞાનની સાથે જૈનદર્શનનું દઢીકરણ કરવા માટે અમોઘ શસ્ત્ર જેવી છે. આમ ગ્રન્થ કથાનુગમાં પ્રવિષ્ટ છે, પરંતુ અનેક રસભર્યા વિષયોની વાણી તે પારસી જાય છે, એ તે એના અધ્યયનશીલેને વિદિત જ છે.
સમો તવો સ્થિ” શ્રી જૈનશાસનમાં