________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ની
જ સંકલના 3
ઉપમિતિ દ્વારા ભવના પ્રપંચની કથા એટલે સંસારી જીવો કષાયોને વશ અને નોકષાયોને વશ ભવ પ્રપંચમાં કઈ રીતે પરિભ્રમણ કરે છે અને કષાયોને અને નોકષાયોના ઉન્મેલન દ્વારા કઈ રીતે સુગતિઓની પરંપરા દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે, તેનું યથાર્થ બોધ કરાવા અર્થે અંતરંગ ગુણોને અને અંતરંગ દોષોને નગરાદિની ઉપમા દ્વારા જેમાં વર્ણન કરાયું હોય તેવો ગ્રંથ એ પ્રસ્તુત ઉપમિતિ ભવ પ્રપંચ કથા છે.
અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરનાર જીવ કોઈક રીતે કર્મની લઘુતાને પ્રાપ્ત કરે છે, ત્યારે સન્માર્ગ પ્રાપ્ત કરે છે, તેવી યોગ્યતાને પામેલા જીવો પણ કેટલાક સુગુરુના મહાપ્રયત્નથી મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે, કેટલાક મધ્યમ પ્રયત્નથી પ્રાપ્ત કરે છે, તો કેટલાક ગુરુના અલ્પ પ્રયત્નથી માર્ગને પ્રાપ્ત કરે છે, જેનાથી તે જીવોને હિતની પરંપરાની પ્રાપ્તિ થાય છે. આવી યોગ્યતાને પામેલા જીવોમાં પણ બહુલતાએ ઘણા પ્રયત્નથી માર્ગને પામે તેવા જીવો હોય છે. વળી ઘણા ગુરુના પ્રયત્નથી માર્ગને પામવા છતાં નિમિત્તોને પામીને તે જીવો ફરી માર્ગથી દૂર થાય છે તોપણ ભગવાનના શાસનના પરમાર્થને પામેલા ગુણવાન ગુરુ યોગ્ય જીવો પ્રત્યે અત્યંત દયાળુ હોય છે અને સદા વિચારે છે કે કોઈક રીતે યોગ્યતાને પામેલો જીવ ફરી સન્માર્ગને પ્રાપ્ત કરીને સંસારનો ક્ષય કરે તે માટે હું શું કરું ? એ પ્રમાણે વિચારીને કેવલ યોગ્ય જીવના ઉપકાર અર્થે અત્યંત શ્રમ કરીને તે જીવને સન્માર્ગ પ્રાપ્ત કરાવવા યત્ન કરે છે. કઈ રીતે કષ્ટ સાધ્ય એવા યોગ્ય જીવને ઉપદેશાદિ દ્વારા સુગુરુ સન્માર્ગ પ્રાપ્ત કરાવે છે અને સુગુરુના પ્રસાદથી બુદ્ધિને પામીને અંતરંગ ગુણસંપત્તિથી રહિત દ્રમક તુલ્ય સંસારી જીવ સુગુરુના પસાયથી કઈ રીતે અંતરંગ ગુણસંપત્તિને પ્રાપ્ત કરે છે, જેનાથી તે જીવને આલોકમાં પણ સુખની પરંપરા પ્રાપ્ત થાય છે. પરલોકમાં સુગતિની પરંપરા પ્રાપ્ત થાય છે અને અંતે સર્વ ઉપદ્રવ રહિત તે જીવ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. તેમાં સુગુરુ કઈ રીતે પ્રબલ કારણ છે, તેનો યથાર્થ બોધ પ્રથમ પ્રસ્તાવમાં કરાવેલ છે. તેથી નિપુણતાપૂર્વક પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરવાથી યોગ્ય જીવો સુગુરુના પ્રસાદને પ્રસ્તુત ગ્રંથથી પણ પ્રાપ્ત કરીને પોતાની યોગ્યતાનુસાર હિતને પ્રાપ્ત કરી શકે છે. માટે નિપુણ પ્રજ્ઞાપૂર્વક પ્રસ્તુત અધ્યયનનું વાચન, મનન, ચિંતવન કરવુ જોઈએ, જેથી કલ્યાણની પ્રાપ્તિ થાય.
પ્રસ્તુત ગ્રંથમાં સંસ્કૃત ભણેલા જીવોને યથાર્થ બોધ થાય અને ગ્રંથના બળથી પદાર્થને યથાર્થ યોજન