Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
બરોબરની વાત પણ થઈ શકે એમ ન હોય ત્યારે એનાથી. ચડી જવાની વાત તો માની જ કેમ શકાય ?
જૈન દર્શનની ચોમેર વિસ્તરેલી વિદ્યાશાખાઓ તથા વિષય વૈવિધ્યનો વિચાર કરીએ તો આંખ સામે એક બાજુ અગાધ સાગર તો બીજી બાજુ અનન્ત આકાશ તરવરવા માંડે છે. ગમે તેવો પ્રકૃષ્ટ પ્રજ્ઞાવંત પુરુષ પણ એના જ્ઞાન માટેની લગની લગાડેને જીંદગીભર તનતોડ પ્રયાસ કરે તોય તે પૂરો : સફળ ન થઈ શકે, આજ કારણે આપણા તે તે મહાપુરુષોએ સિદ્ધાંતોના સારતે તારવીને સંક્ષેપમાં અનેક વિષયના અનેક ગ્રંથોની રચના કરી છે. તત્ત્વાર્થ સૂત્રની રચના : -- E પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ મહારાજના હૈયામાં આપણા
જેવા જીવો ઉપર કરુણા ભાવ જાગૃત થયો અને આપણે જૈન દ દર્શનના સર્વ વિષયોને સહેલાઈથી જાણી સમજી શકીએ. કી તેટલા માટે તેઓએ સૂત્રાત્મક શૈલીમાં જૈન દર્શનના
વિષયોનું સંક્ષેપમાં નિરૂપણ કરનાર આ તત્ત્વાર્થાધિ ફી ગમસૂત્રની રચના કરી છે. દશ અધ્યાયમાં જૈન દર્શનના સર્વ Sી વિષયોનું જ્ઞાન થઈ જાય તેવી આ અદ્ભુત રચના છે. તેઓ છે પોતે જ તેને બહૂર્વક લઘુગ્રન્થ તરીકે આનો નિર્દેશ કરે છે. ? વળી તેઓ પોતે જ આના સ્વોપજ્ઞ ભાષ્યની પ્રશસ્તિમાં છેલ્લે
એવું પ્રતિપાદન કરે છે. - ફિ. “જે કોઈ આ તત્ત્વાર્થસૂત્રને જાણશે તથા તેમાં જે તે
પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કરશે તો જલ્દીથી અવ્યાબાધ સુખ ક નામના પરમાર્થને એટલે કે મોક્ષને પ્રાપ્ત કરશે.” ,