Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 11
________________ શરૂઆત તો સારી રીતે થઈ, પણ વચ્ચે તબીયત અસ્વસ્થ રહેવા માંડી અને કામ અટક્યું. પરંતુ દોઢેક માસ પછી તે કામ ફરી ચાલુ કરી શકાયું અને તેની હવે પૂર્ણાહૂતિ થાય છે. વિવેચન લખવા છતાં આ પ્રયત્નથી મને પોતાને હજુ સંતોષ નથી અને અનેક ત્રુટીઓ તેમાં રહી ગઈ હોવાની સંભાવના છે. આનું કારણ એ છે કે વિષય સાહિત્ય અને ભાષા સાથેનો મારો સંબંધ કેટલાક વખતથી છૂટી ગયો છે. તે ઉપરાંત મારા સમયની પણ મર્યાદા છે. આમ છતાં બનતો પ્રયત્ન કરી અધ્યાયદીઠ સ્વાધ્યાય પ્રશ્નાવલી અને જરૂરી પરિશિષ્ટો તૈયા૨ કર્યા છે; જે વાચક તથા અભ્યાસીને ઉપયોગી બનશે તેમ આશા છે. વાચક તથા અભ્યાસી જ્યાં જ્યાં ક્ષતિ જણાય તેની નોંધ રાખી મુનિશ્રી રામવિજયજીને જણાવશે તો તેનો નવી આવૃત્તિ કઢાવવાની જરૂરિયાત ઊભી થતાં સદુપયોગ કરવામાં આવશે. ગ્રંથનું વિવેચન તૈયાર કરવામાં પંડિત સુખલાલજી રચિત તત્ત્વાર્થસૂત્ર (હિંદી), પંચપ્રતિક્રમણનો નવતત્ત્વ વિભાગ તથા આચાર્ય શ્રી વિજયોદસૂરીશ્વરજી કૃત નવતત્ત્વ ગ્રંથ આદિનો ઉપયોગ કર્યો છે. ભાષ્ય, વૃત્તિ આદિ જોઈ જવાનો અવકાશ કે ભાષાજ્ઞાનની ખામી મારામાં હતી છતાં તે મહેસાણાના તત્ત્વાર્થાધિગમસૂત્રની મદદથી દૂર કરી શકાઈ છે. આ ઉપરાંત ઈતરવાચન, અનુભવ આદિ આમાં મદદગાર બન્યા છે. કાવ્યાનુવાદના રચયિતા મુનિશ્રી રામવિજયજી આ સમગ્ર અનુવાદ તપાસી પણ ગયા છે. આ સૌની જે જે મદદ મને મળી છે અને મેં લીધી છે તે સૌનો આભાર મારે માનવો જ રહ્યો. અજાણતાં, દૃષ્ટિદોષથી યા મુદ્રણ દોષથી જે કાંઈ ક્ષતિ થઈ હોય તે માટે ક્ષમા યાચી વિરમું છું. ૭ લિ. ચીમનલાલ દ. શાહ 0343 0 0 0 0 0 0 0 0000000

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 330