________________
तस्मादर्हति पूजामर्हन्नेवोत्तमोत्तमो लोके। देवर्षिनरेन्द्रेभ्यः पूज्येभ्योऽप्यन्यसत्त्वानाम् ॥७॥ अभ्यर्चनादह (रुह)तां मनःप्रसादस्ततः समाधिश्च । तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ॥८॥
-અધમતર માણસ - આ ભવ અને બીજા ભવમાં નુકશાન કારક (કાર્ય કરે છે.), -અધમ માણસ - આ ભવમાં જ (સારા) ફળ આપનાર (કાર્ય કરે છે.) -વિમધ્યમ – બને ય ભવમાં (સારા) ફળ આપનારા કાર્ય કરે છે. (૪). -મધ્યમ - પરલોકમાં હિત થાય તે માટે જ હંમેશા પ્રયત્નો કરે છે. -મહાબુદ્ધિશાળી ઉત્તમ પુરુષો તો મોક્ષને માટે જ પ્રયત્નો કરે છે. (૫) -અને જે ધર્મ પ્રાપ્ત કરીને (પોતે) કૃતકૃત્ય હોવા છતાં બીજાને ધર્મનો ઉપદેશ આપે છે તે કાયમ પૂજ્યતમ પુરુષ છે. માટે જ તે ઉત્તમોત્તમ પુરષ છે. તેથી અહત ભગવંતો જ આ જગતમાં બીજા પ્રાણીઓને પૂજ્ય એવા દેવો, ઋષિઓ અને મનુષ્યોના ઈન્દ્રો (એટલે અગ્રેસરો) તરફથી પણ પૂજાને યોગ્ય છે. (૭)
અરિહંત ભગવંતોની પૂજાથી મન:પ્રસન (શુદ્ધ) થાય છે. અને તેથી સમાધિ ઉત્પન્ન થાય છે. વળી, તેથી જ મોક્ષ મળે છે. માટે તેઓનું પૂજન ન્યાય સંગત છે. (૮) તીર્થ પ્રવૃત્તિ
तीर्थप्रवर्तनफलं यत् प्रोक्तं कर्मतीर्थकरनाम। तस्योदयात्कृतार्थोऽप्यहस्तीर्थ प्रवर्तयति ॥९॥ तत्स्वाभाव्यादेव प्रकाशयति भास्करो यथा लोकम् । तीर्थप्रवर्तनाय प्रवर्तते तीर्थकर एवम् ॥१०॥
જે કર્મના ઉદયથી તીર્થ પ્રવર્તાવી શકાય તે કર્મનું નામ શાસ્ત્રમાં તીર્થંકર નામકર્મ કહેલું છે. તેનાં ઉદયથી કૃતકૃત્ય છતાં અહંત ભગવાન તીર્થ પ્રવર્તાવે છે. (૯)
સ્વસ્વભાવથી જ સૂર્ય (જગતમાં) પ્રકાશ ફેલાવે છે. તે પ્રમાણે તીર્થંકર પરમાત્મા પણ સ્વભાવથી જ તીર્થ પ્રવતવે છે. (૧૦)
18
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org