Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 47
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ મહિમભટ્ટનું અનુમિતાનુમય અનુમાન અને જના” કે પ્રિયતમનું ગોત્ર ખલન એ વિભાવ છે. અસરાનું “ કશું બોલ્યા વિના, આંસુ છલકતી આંખોથી જમીન ખેતરથી ” તે અનુભવે છે. આ પ્રકારની વિભાવ-અનુભાવ આદિ સામગ્રીના • બળે માનિની નાયિકાના હૃદયમાં ભારોભાર ભરેલે રોષકે મજુસંભાર અનુમિત થાય છે. આ મન્યસંભારરૂપી વ્યભિયારીભાવ હતુરૂ૫ બનીને નાયિકાના ઈર્ષાવિપ્રલંભનું અનુમાન કરાવે છે. * વ્યાખ્યાન'કારે ટીકામાં જણાવ્યું છે કે, “અહીં અસરાને લજજા નામને વ્યભિચારીભાવ ગમ્ય બને છે. અલબત્ત, તેમનું આ પ્રકારનું મંતવ્ય બહુ રુચતું નથી જ. કારણ કે માનવતી નાયિકાને તેને પ્રિયતમ આનંદના, શૃંગારના પ્રસંગે તેની શેષના નામ વડે બોલાવે, તે તેના માટે અસહ્ય થઈ પડતું હોય છે. તેથી અહીં લજજા નહિ, પરંતુ રષ કે મન્યુ જ અનુમાનને વિષય છે, અને અસરાના અનુસંભાર પરથી તેને ઇર્ષામલક વિપ્રલ ભશૃંગારનું અનુમાન થાય છે. (બ) વસ્તુમાત્રથી વ્યવહિત અનુમિતાનમેય – કવચિત એવું બને છે કે, પદ્યમાં, કવિએ વર્ણવેલ ભાવનું સીધેસીધું અનુમાન ન થતાં, પ્રથમ તેમાં રહેલી કોઈ ઘટના કે વસ્તુનું અનુમાન થાય છે. ઘટના ગમ્ય થયા પછી કવિને વિવક્ષિત અર્થ અનુમેયરૂપે પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રાપ્ત થતા અનુમિતાનુમેયમાં મૂળભૂત અનુમેયાર્થ વચ્ચે વસ્તુ વ્યવધાનરૂપે હોય છે. તે નીચેના પદ્યમાં જોઈ શકાશે : तत्रैकेन वस्तुमात्रेणान्तरिता सा यथा-- शिखिपिच्छकर्णपूरा वधूधिस्थ गर्विणी भ्रमति । मुक्ताफलरचितप्रसाधनानां मध्ये सपत्नीनाम् ॥ अत्र हि वक्ष्यमाणपकारेण व्याधवध्वाः सपत्नीभ्यः सौभाग्यातिरेकोऽनुमेयः । स चाविरतसम्भोगसुखासङ्गानिस्सहतया पत्युर्मयुरमात्रमारणक्षमतयानुमीयमानयान्तरितः । १४ ' અર્થાત, “તેમાં એક વસ્તુમાત્રથી વ્યવહિત વસ્તુમાત્રની અનુમતિ જેમ કે, મેરપીંછનું કર્ણપૂર ધારણ કરેલી વ્યાધવધૂ, મોતીનાં આભૂષણોથી સજ્જ એવી સપત્નીએ વરચે ગર્વપૂર્વક કરે છે, અહીં જેમ કે આગળ કહેવામાં આવશે, કે વ્યાધવધૂનું સપત્નીઓની અપેક્ષાએ અતિશય સોભાગ્ય અનુમેય અર્થ છે, પરંતુ તે પતિના નિરંતર સંભોગસુખના નશાને કારણે કેવળ મયૂરમાત્રને મારી શકવાની ક્ષમતારૂપ વસ્તુના અનુમાનથી અંતરિત છે.” - પદ્યમાં સપત્ની વચ્ચે નવોઢા વ્યાધવધૂના ગર્વપૂર્વક શ્રમણનું કથન કરવામાં આવ્યું છે. તેના પરથી નવોઢાના સોભાગ્યાતિશયનું અંનુમાન થાય છે, પરંતુ આ પ્રકારનું અનુમાન સીધેસીધું થતું નથી. વચ્ચે અન્ય ધટના કે વસ્તુનું વ્યવધાન રહેલું છે. નવોઢાએ કેવળ મયૂરપિરછનું કર્ણભૂષણ પહેર્યું છે. સપત્નીએ મેતીનાં આભૂષણેથી ઝૂમી રહી છે. યુવાન વ્યાધ સપત્નીઓ માટે સામાન્યજનોને દુર્લભ એવાં મુક્તાફળ લાવ્યા હતા. નવોઢા માટે તે મોરપીંછ લાગે છે ! આમ છતાં, નવોઢાનું સપત્નીઓની અપેક્ષાએ સૌભાગ્યાતિરેક કઈ રીતે માની શકાય ? ગ્રંથકારે અહીં એવી સ્પષ્ટતા કરી છે કે, પદ્યમાં મોરપીંછના આભૂષણને ૧૩ ૧૪ વ્યક, વ્યક્તિવિવેક, પૃ. ૫૯ ૫૨ * વ્યાખ્યાન '. ભટ્ટ મહિમ, એજન, પૃ. ૯૦. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148