Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 118
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સી. વી. ઠકરાલ કવિ નિખાલસ રીતે કબૂલ કરે છે કે તેઓ મૂઢ છે, મુખે છે, અજ્ઞ છે, શઠ છે પણ તે છતાં ય તેઓ ભગવાનના ભક્ત છે. ભકિતસાહિત્યનું આભૂષણ બની શકે તેવો આ લેક જોવા मूढोऽपि तव भृत्योऽहं मूर्योऽपि तव सेवकः । अज्ञोऽपि तव दासोऽहं शठोऽपि तव भक्तिभाक् ॥ १६ ॥ અહીં સેવક શબ્દ માટેના પર્યાય કવિની શબ્દસમૃદ્ધિનું દર્શન કરાવે છે. પ્રાસાદિકતા નિર્મલ હૃદયની પ્રતીતિ કરાવે તેવી છે. પિતા પાસે ભક્તિનું ભાથું છે એમાં રહેલે આત્મવિશ્વાસ અને ભગવાન વિશ્વબંધુ છે અને ભક્તિવાળા લેકાથી કદી વિમુખ થતાં નથી, એવો નિસ્ય તેમની ભક્તિની ઉત્કટતાનું દર્શન કરાવે છે: નિમ્નલિખિત શ્લોકમાં કવિએ અશરણુશરણુ ભગવાનના વ્યક્તિત્વને ખ્યાલ આપે છે. તે ઉપનિષદોમાં આવતા પરમશક્તિના વર્ણનનો પડઘો પાડે છેઃ भ्रमति वियति भानुस्त्वद्भयाद भूतनाथ विचलति दिशि वातोऽप्याज्ञया ते तथैव । निपतति जलवृष्टिः प्रेषिता ते वचोभिः जगदखिलमिदं ते निश्चितं कार्यमेतद् ॥ २० ॥ અહીં ભગવાન માટે યોજાયેલ ભૂતનાથ શબ્દ પર્યાય તરીકે તો છે જ, સાથે સાથે જુનાગઢમાં આવેલા ભૂતનાથ મહાદેવને (મંદિર બહાઉદ્દીન કોલેજ પાસે છે) પણ સૂચક બની રહે છે. આ જ વર્ણનને આગળ વધારતાં એ પરમ તત્વનાં કાર્યોની એક યાદી કવિ રજૂ કરે છે. કવિ કહે છે કે રાજાઓ અને પ્રજાએ તેની આજ્ઞાનું પાલન કરે છે અને સમગ્ર જગતની પ્રવૃત્તિ તેને અધીન જ છે. તેની જ આજ્ઞાથી પૃથ્વી ધનધાન્ય આપે છે, કન્દુકાકારા પૃથ્વીનું પરિભ્રમણ ચાલુ રહે છે, રાત અને દિવસ આવે છે અને જાય છે, બાલ્યાદિ દશાઓ ચક્રવત ફરતી રહે છે, આજે જોયેલા પદાર્થો આવતી કાલે અદૃષ્ટ થઈ જાય છે. આવા સર્વશક્તિમાન અને સર્વવ્યાપી તત્વને જોતાં જ પોતાના હૃદયમાં ભક્તિ અને શ્રદ્ધા ઉત્પન્ન ન થાય તે તેને ધિક્કાર છે, ધિક્કાર છે : इदमखिलमनन्तं सृष्टिचक्र विलोक्य वियति च वसुमत्यां चापि हे विश्वबंधो। यदि न भवति भक्त्या श्रवधाचापियुक्तं चपलत रमिदं मे मानसं घिग् धिगेतद् ।। ३६ ।। પ્રાચીન વૈદિક સાહિત્યમાં મળી આવતા પરમશક્તિના વર્ણન સાથે તુલનામાં ઊભું રહી શકે તેવું આ વર્ણન તો છે જ. સાથે સાથે તેનો દોર પોતાની સાથે જોડી દેવામાં કવિનું રચનાકૌશલ દષ્ટિગોચર થાય છે. આવી શક્તિ પાસે કવિ પોતાને તિ, જ્ઞાન, સામર્યાદિની પ્રાર્થના કરે છે અને પિતાની નામો જમોનોમગાનને (૩૭) છેદી નાખવા વિનવે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148