Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 137
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રન્થાવલોકન ૧૩ લેખકના મત મુજબ ગીતા સ્વયં ભાષ્ય છે. પ્રસ્તાવનામાં જે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ગીતા પ્રશ્નરૂપે રજૂ કરીને ઉત્તર આપવાને લેખકને પ્રયત્ન આદિથી અંત સુધી રહ્યો છે. સમસ્ત ગીતામાં ભગવાનના દિવ્ય જન્મ અને કર્મોની ગાથા છે. ' ગીતા' એ વ્યવહારશાસ્ત્ર છે. પ્રસ્તુત પુસ્તક વિનોબાજીનાં ગીતા પ્રવચને અને છે. મગનલાલ પંડયાના “ ગીતામૃત ”નું સ્મરણ કરાવે છે. અહીં “ class” અને “Mass” બંનેને ખ્યાલમાં રાખીને ગીતાને વિચાર કરવામાં આવ્યો છે. પ્રત્તરી દ્વારા લેખકના વિશાળ વાચન અને સૂક્ષમ અવલોકનને પરિચય થાય છે. પુસ્તકની બાંધણી, છપાઈ મધ્યમ કક્ષાનાં છે. આ પુસ્તકના પ્રકાશન માટે લેખકશ્રીને ધન્યવાદ ઘટે છે. પ્રાચ્યવિદ્યા મન્દિર ઉષા બ્રહ્મચારી મ. સ. વિશ્વવિદ્યાલય વડોદરા. “ કવિતાની વાત સંપાદક–સુરેશ દલાલ, પ્ર. રજિસ્ટ્રાર, શ્રીમતી ના. દા. ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, ૧, નાથીબાઈ ઠાકરસી રેડ, મુંબઈ-૪૦૦ ૦૨૦, આવૃત્તિ ૧, ૧૯૯૧, પૃ. ૨૩૨. અહીં સુરેશ દલાલ, કાવ્યજગતની ૮૭ જેટલી પસંદગીની રચનાઓ સમેતના આસ્વાદને કવિતાની વાત' રૂપે સાધાર પ્રસ્તુત કરવા તાકે છે. નરસિંહ-મીરાં, કબીર જેવા આપણા મધ્યકાલીન ભક્તકવિઓ, સુન્દરમ-ઉમાશંકર અને રાજેન્દ્ર-નિરંજન જેવા યુગપ્રભાવક કવિઓ અને રવીન્દ્રનાથ ટાગોર ભારતીય વૈશ્વિક કવિપ્રતિભાની રચનાઓ સાથે રશિયન કવિ આન્ના આ તાવા (“સ્વપ્નમાં'), સ્પેનિશ કવિ યિમિનેઝ (“ અંતિમ યાત્રા'), બ્રિટિશ કવિ કેથેલિન રેઈન (“હું') અને ગ્રીક કવિ યાનિસ રિતસેસ (એ જ રાત ”) કે આફ્રિકન કવિ કાલવડેલ હાઇસ (“ હવે તે..છે”) જેવા વિદેશી કવિઓની રચનાઓની પસંદગી સંપાદકના અહદ તુલનાત્મક દૃષ્ટિકોણુની સહેજ અપેક્ષા ઊભી કરે છે. વિશ્વની ભાતીગળ કાવ્યસૃષ્ટિના પાર પ્રેક્ષ્યમાં અને ખા ભાવજગતને માણવા પ્રમાણુવાની મનોભૂમિકા આ રીતે રચાય છે. પ્રણય. પ્રકૃતિ અને ભક્તિ એ કાવ્યના સનાતન વિષ તે અહીં સાંપડે જ પરંતુ એ સાથે મનુષ્યજીવનની વિશ્વવ્યાપ્ત વિલક્ષણ ભાવસંપત્તિને ને તેની અભિવ્યક્તિની અવનવી રીતિને પણ સંગ્રહની રચનાઓની સુદીર્ધ ત્રિજ્યામાં સમાસ થાય છે. આમ છતાં મેધાણી, સ્નેહરશ્મિ. હરીશ મીનાશ્રુ જેવા આપણુ ઘરદીવડાઓની કોક રચના “કવિતાની વાત ' સંચયમાં જોવા મળી હોત તે ખાસ ગમત. જો કે સંપાદકની નિષ્ઠા વિશે કોઈ સંદેહ ન જ હોય કારણ તેઓ ” કાવ્યના આસ્વાદમાં તેઓ નેધે છે: “ આપણી પ્રજા દૂરનું દેખે છે અને પાસેનું દેખાતી નથી ? આપણે વાતવાતમાં લેક, બદલેર, રિકે, વાલેરીની વાત કરીએ છીએ પણ આપણી ભારતની ભાષાના કવિઓને પરિચય કેળવતા નથી. એમની કવિતા સાથે હળતાભળતા નથી. પશ્ચિમની કવિતા પ્રત્યે અતિઆદર ભલે હેય પણ ભારતની ભાષાની કવિતા પ્રત્યે અનાદર એ આપણે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148