Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 140
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ દેવદત્ત જોશી વિવિધ વિદ્યાવિનોદ(લેખસંગ્રહ) : લે. જેઠાલાલ ત્રિવેદી, પ્ર. મંથગોષ્ઠિ વડોદરા વતી કહ૫ના મોહન બારોટ, ૨૯, સુનીતા સોસાયટી, અકોટા રેડ, વડોદરા-૨, આ. ૧, ૧૯૯૦, પૃ. ૨૫૪, કિ. રૂા. ૬૦. શ્રી. જેઠાલાલ ત્રિવેદીની વિવિધ વિદ્યાઓમાં ગતિતિ હતી. એમણે વિવિધ વિષયોનાં કરેલાં સંશોધન-સંપાદને, એમણે ચર્ચેલા વિષયોના પ્રતિભાવોના પ્રત્યુત્તરરૂપે લખેલા વિવિધ સામયિકોમાં પ્રકાશિત કરેલા લેખોના સંચયરૂપ આ પુસ્તક વડોદરાની પ્રથગે૪િ (વિવિધ વિષયનાં પુસ્તકોની ચર્ચા કરતું અભ્યાસજૂથ) વતી પ્રકાશિત થાય છે એમાં ચિત્ય છે. સંપાદકા કલ્પના મોહન બારોટને અભિનંદન. કેમ કે આ પુસ્તકમાં કેટલાક એવા વિષયની ચર્ચા–માહિતી છે કે જે વિષે જાણવા માટે તાત્કાલિક હાથવગા સંદર્ભો ન પણ મળે. કુલ બત્રીસ લેખમાં પહેલા ચાર લેખ નરસિંહ મહેતા વિના સંશોધનાત્મક લેખ છે. “ નરસિંહ મહેતા : ‘ઢાલની બીજી બાજ’માં “ નરસિંહ મહેતા વ્યક્તિત્વ અને કર્તવએ લેખકના ગ્રંથમાંનાં અમુક વિધાને અંગે શ્રી. નત્તમ પલાણે કરેલાં વિધાનને રદિયે આપે છે, સત્યાન્વેષણની દષ્ટિએ આ ઊહાપોહ આવકાર્ય ગણ્યો છે. “ઢાલની ત્રીજી બાજ' એ નરોત્તમ પલાણે લખેલ નરસિંહ મહેતાના સમયને સ્પર્શતી કેટલીક હકીકત લેખકના લેખની પ્રત્યુત્તરરૂપે પ્રગટ થઇ. “નરસિંહ મહેતા : કેટલીક સ્પષ્ટતા’માં શ્રી પલાણની પુનરુક્તિઓનું સંક્ષેપમાં નિરાકરણું કર્યું છે જેમાં લેખકની તટસ્થ અભ્યાસક્રુષ્ટિ સાથે નરસિંહના વ્યક્તિત્વને સમજવાની દૃષ્ટિ પણ જોઈ શકાય છે. નરસિંહને સમયઃ ક. મા. મુનશીની નજરે “ શ્રી. મુનશીએ નરસિંહના વૃદ્ધમાન્ય સમય (સં. ૧૪૭૦થી ૧૫૩૫)ને અસ્વીકાર કરી નવમાન્ય સમય સૂચિત કર્યો. એમના મતને સમર્થન આપી લેખક જન્મસંવત ૧૫૪૦ આસપાસ અને મરણ (કવનકાલસમાપ્તિ) સં. ૧૫૯૫ આસપાસ આપી મુનશીના અભિપ્રાયને સમર્થન આપતા નવીન પુરાવા-આધારો રજૂ કર્યા છે. રાજસ્થાનીમાં નરસિંહ મહેતાનું ચરિત્ર' એ લેખ વાંચતાં લેખકને “છીંડું ખેળતાં લાધી પળ “ને અનુભવ થયો હોય એમ લાગે. મીરાંબાઈના ' નરસીજી રે માહેર 'નું સંપાદન કરવામાં રાજસ્થાન પ્રાયવિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર ખાતે નરસિંહનાં કેટલાંક રાજસ્થાની પદ ત્યાંથી અને બિકાનેરથી હિંદી-રાજસ્થાની પદ પ્રાપ્ત કર્યા'. આ બનેના સંપાદનના કાર્યને અનુલક્ષીને નરસિંહ અને મીરાંજીવનને સ્પર્શતું કેટલુંક પ્રગટ-અપ્રગટ સાહિત્ય અવલોકતાં, નરસિંહના જીવન વિષે રાજસ્થાનના જુદા જુદા કવિઓએ લખેલી જુદી જુદી કૃતિઓ વાંચી નરસિંહ વિષે જે કેટલીક જુદા જ પ્રકારની ઘટનાઓ-હકીકતો જોવા મળી તે હસ્તપ્રતની વિગતો સાથે રજુ કરી છે. માહેર કન્યાં અને કયારે ભરાયે તે વિષે કાળજીપૂર્વક વિચારણા થવાની જરૂર છે, હારમાળાની હસ્તપ્રતોમાં આપેલી જુદી જુદી સાલ અને મિતિને કલ્પિત માની ઉઘેટી દેવા કરતાં એ સાલો નરસિંહ મહેતાને સમય ઉપર કદાચ નો પ્રકાશ પણ નાખી જાય એવો નિર્દેશ કર્યો છે. મહેરોની કવિતાને વિવિધ કવિઓની કૃતિઓની સરખામણી સાથે આસ્વાદ કરાવ્યો છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148