Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 139
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યથાવલોકન ૧૩૫ હું ધાવલ થઈ ગયે''. આ જ ગીત વિશે, ભાવમૂલક નહીં પરંતુ પ્રશંસામૂલક આંભપ્રાય આપતાં કહ્યું છે : “આ ગીત મોનાલિઝાના સ્મિત જેવું છે” (. ૧૫૩). રમણીય અસ્પષ્ટતાએ ઊભી કરતી અભિપ્રાયની આલંકારિક ખેરાત સપાટી પરની વનથી વિશેષ કંઈ નીપજાવતી નથી. પતંગિયા જેવું જ આ નાજુક ગીત છે અને કવિએ શબ્દનાં પાનપાનને અહીં રંગ્યાં છે ” (પૃ. ૧૨૨ ) એમ કહેવાથી રૂપાયનની ક્રિયાને વિશેષ પમાનો નથી. ચટકાળી ભાષાને વ્યામોહ કયારેક ચબરાજ્યિાં વિધાનરૂપે કે ભાષામતરૂપે વ્યક્ત થાય છે ; “ દર્દ એ સર્જકની અનામત અને સલામત મૂડી છે (પૃ. ૪), “ પ્રેમમાં મનના કરારો હોય છે. અને બેકરાર હદયની વાતે હોય છે. '' (પૃ. ૧૪૮), ‘ લેહીને સુષ્માથી સુષ્માભર્યું કરી મૂકે ” (પૃ. ૬). પ્રાસાનુપ્રાસ અને પ્રાસસામ્યથી અર્થભેદ ઊભો કરવાની લાક્ષણિકતા પણ જણાય છે : સ્વ–સ્થતાનું અને સર્વસ્થતાનું આ કાવ્ય છે” (પૃ. ૧૪૬). આ પ્રકારને ભાષા વ્યાયામ એકંદરે સાહજિક જણાતું નથી. “ હૃદયનું વિશ્વ અને વિશ્વનું હદય એ એકાકાર છે ' (પૃ. ૧૭૩) જેવી વૃક્રમવાળી રચનાઓ પણ અર્થબોધની દૃષ્ટિએ સુગમ બનતી નથી.” એની બુદ્ધિ પ્રજ્ઞાના પર્યાય જેવી છે ” (પૃ. ૧૬૮) જેવાં વિધાનમાં “બુદ્ધિ ' અને “ પ્રજ્ઞા 'ના અર્થ ભેદની સંકુલતા પણ ઊભી થઈ શકે. “ ધીરજ એટલે વૃદ્ધાવસ્થા અને રોકેલાં આંસુનું ગદ્ય” જેવાં સૂત્રો સંકુલતાના પર્યાયરૂપ બનતાં પણ લાગે. “હૃદયના રાગને રોગ ”, “લાગણીની લાવણી’ક “વહાલના વળગાડ' જેવાં રૂપકોથી ભાષાને શણગારવાનું વલણ પણ જણાય છે. શૈલીવિલાસ, શૈલીવિન્યાસ અને શૈલીડાના આયામમાં ક્યાંક એકાદા વાકયને લસરકે કાવ્યને હાર્દને નિર્દેશવામાં ભાષાભવ લેખે પણ લાગે છે. કાવ્યના ભાવ સંદર્ભથી અતિરિક્ત એવો ભાષાભવ, અલબત, નિરર્થક બની રહે છે. ચંદ્રવદનના “ પાંદડી શી...... ” આરંભ જુઓ : ચંદ્રવદન મહેતા એટલે પવનની લહેરખી નહીં પણ વાવાઝોડું. દીવાની જ્યોત નહીં પણ મશાલ, ચંદ્રવદન મહેતા એટલે જળના ઝીણા કાંટા નહીં પણ વાદળના ગડગડાટ અને વીજળીને ચમકારે...''' પૃ. ૨૦૫). કાવ્યના સદર્શન પર આ વાણીવિલાસ અપ્રસ્તુત જણાય છે. જો કે આવી કોઈ યુરત શાસ્ત્રીયતામાં બંધાવા કરતાં, મનભાવન કાવ્યથી ભાવવિભોર બનીને લિજજતભર્યા શબ્દોમાં પ્રતિભાવ આપવાનું જ આસ્વાદ કે ઉચત માન્યું છે. તેથી જ “કેઈકે કહ્યું છે....'(પૃ. ૪૦) જણાવીને તેને સંદર્ભ આપવા તેઓ રોકાયા નથી. ગુજરાતી કવિતા સાહિત્યનાં “' વાળાં કાવ્યમાં નરસિંહમીરાંનાં માધવ લ્યો નો સુવિદિત સંદર્ભ રકી જાય છે. અને જગદીશ જોષીના સંબ ધકાવ્યમાં છ મીડાને સ્થાને પાંચ મીડાં ગણું લેવાને વિગતષ પણ કરે છે. આમ છતાં કાવ્યને પામવાની તેમની મથામણ ને સંનિષ્ઠા અછતાં રહેતાં નથી. ‘તેઓ ' કાવ્યમાં પીંજરાના અર્થધટનની કેટકેટલી શક્યતાઓ તેમણે નાણી છે! કોઈ આળપંપાળ વિનાના નિર્ભેળ આસ્વાદે અહીં નથી. તેમ વિવેચનની કે વિવેચનપરિભાષાની ચુસ્તતાને આગ્રહ પણ જણાતો નથી. આ આસ્વાદે સમૃદ્ધ ચિતકોષના, લલિત નિબંધને સંકેત આપતી શૈલીમાં પરિણમેલા પ્રતિભા છે. સુરેશ દલાલે કંડારેલી આસ્વાદલેડીનું રંગદર્શી વલણ અહીં પણ સુપેરે પ્રવર્તમાન છે. ગુજરાતી વિભાગ, આર્ટસ ફેકટરી, જોસેફ પરમાર એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148