Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 142
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ દેવદત્ત જોશી “સુવર્ણસિદ્ધિના પિતા નાગાર્જન'માં સિદ્ધસંપ્રદાય, નાથસંપ્રદાયની ઉત્પત્તિનાં કારણે આપી નાગાર્જુનના જીવનની વિગત આપી છે. નાલંદાના નિયામક સરહભદ્રના આદેશથી નાગાર્જુન પાન પર બેસીને સમુદ્રપાર જઈ સુવાણું બનાવવાની વિદ્યા શીખવા ગયેલા. સરહભદ્ર શ્રીશૈલ પર્વત પર રહેવાની સૂચના કરી હોવાથી નાગાજન ત્યાં રહે છે અને ત્યાં સુવર્ણસિદ્ધિનું કેન્દ્ર બને છે. નાગાર્જુન નામે બીજા એક સિદ્ધની માહિતી પણ આપી છે. પ્રસંગાલેખનથી લેખ રસપ્રદ બને છે. બધા જ લેખો સંશોધનાત્મક માહિતીથી સભર તે છે જ. પારસમણિ નિર્માણ કરવાની વિદ્યાનું મૂળ ભારતમાંથી બીજા દેશમાં પ્રસર્યાનું અનુમાન આબેહવાત: અમૃતસ’માં કર્યું છે. શ્રી છેટાલાલ માસ્તરરચિત “યોગિની કમારી’માં જે હરગૌરીસ'નું વિવરણ છે તે દિવ્યસાયન આબેહયાત એટલે અમૃત અને પારસમણિ બેઉનું કાર્ય સિદ્ધ કરી આપે છે તેની માહિતી સાથે રસસિદ્ધોનું સૃષ્ટિચક (વર્લ્ડ હીલ) રસસાધકોના સંકતિનું રહસ્ય વગેરે અદ્દભુત માહિતી આપી છે. સિબહા પારદ માં પારાને સિદ્ધ કરવાથી અજર-અમર થવાય, આકાશગમને કરી શકાય એમ જણાવી એમાંના આકાશગમનના ઈ. ૧૮૯૫માં શિવકર તળપદેના એપાટીના મેદાનમાં થયેલા પ્રયોગની વિગત સાથે પારદમાંથી પૂર્ણ ચંદ્રોદય' નામનું જે મહત્વનું ઔષધ નિર્માણ થયું તેની સંક્ષેપમાં માહિતી આપી છે. ‘ ગુટિકા પ્રયોગ 'માં સિદ્ધોના ત્રણ પ્રકાર નિરતિસિહ, સુરતિ સહ અને કનકસિદ્ધમાંના કનકસિદ્ધ વિશે લખ્યું છે. લેખકની વનસ્પતિ અંગેની જિજ્ઞાસા અને તે અંગેનું જ્ઞાન જેવા મળે છે. સાહિત્યિક સંશોધનમાં અને વનસ્પતિ અંગે પણ ચકાસણને મહત્ત્વ આપતા લેખક પંડિત ભીમાચાર્યજી દ્વારા તાંબાના સોનામાં રૂપાંતરની વાત કહે છે ત્યારે આપણા દેશની આવી કેટલીય વિદ્યાઓ લુપ્રાય થઈ ગઈ છે એને ખ્યાલ આવે. અમૃતરસને શેધક 'માં બ્રહ્મચારી મહારાજ અને પંજાબી કીમિયાગર વચ્ચેના સંવાદ દ્વારા સિદ્ધિ મેળવવામાં વરસ વીતે છતાં સિદ્ધિ ન પણ મળે એ જાણી શકાય છે સાથે કામયાગરની ધૂર્તતા પુરવાર થયાનું જણાવા પરોક્ષ રીતે સાવધાન રહેવા જણાવ્યું છે. ' લાલગુડી' નામની જ ડીબુટ્ટીની વાત “કીમિયાગીરોની સનમ'માં છે. ગારુડીવિદ્યા અને મંત્રતંત્ર સાચાં હશે ? મંત્રથી સાપ ઉતરી શકે એ ખરું હશે ? આ પ્રશ્નો સાથે સંકળાયેલા કેટલાક કિસ્સાઓનું વર્ણન “સર્પદંશ અને મંત્રપ્રયાગ'માં કર્યું છે. આ જાતના અને બીજા મંત્રો વિષે વિજ્ઞાન અને મને વિજ્ઞાનની દષ્ટિએ વિચાર છે જોઈએ એમ જણાવી મંત્રોની પાછળ રહેલી સંક૯પશક્તિ અને તેને સિદ્ધ કરવા માટે વપરાયેલી અનામત સંકલ્પશક્તિનું મહત્ત્વ નિર્દેશી અક્ષરોની અને શબ્દોની શક્તિ ઉપર પદ્ધતિસરનું સંશોધન થવાની જરૂર પર ભાર મૂક્યો છે. પૂ. કેદારનાથજીના અનુભવોની વિગત આપી ગારુડવિદ્યા અને તેના ચમકારી ઈલાજે નવી દષ્ટિએ અભ્યાસ અને સંશોધન માગી રહ્યા છે કહી લેખકે નવી ક્ષિતિને તરક મંગાલનિર્દેશ કર્યો છે. ચમત્કારિક અનુભવોનું વૈજ્ઞાનિક અર્થધટન આપનારાં શ્રી જોગીભાઈ ગાંધીનાં પુસ્તકો “ચમત્કારનું વિજ્ઞાન” ચમત્કારિક શક્તિની શોધમાં ' તથા શ્રી પ્રબોધ ચોકસીનું પુસ્તક " અજ્ઞાતના આવારા'નું સ્મરણ થાય. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148