________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ કીરિચિત છાનો રજ-મજ્ઞાનિક વિશ્લેષણ ૧૧૫
' સમગ્ર જગતના લોકો કરતાં પોતાની જાતને જદી તારવી લેતાં કવિ ભગવાનને નિવેદન કરે છે કે કેટલાક લોકોની આસક્તિ સાહિત્ય પર હોય છે, કેટલાક વ્યાપારભારનું વહન કરતા હોય છે, કેટલાક સંગીતચિત્રાદિકલામાં અનુરાગ ધરાવતા હોય છે, પરંતુ તેમને દઢ અનુરાગ તે ભગવાન પર જ છે.
કવિ સમગ્ર જગતથી પિતે કેવા વિરોધી ગુણે ધરાવે છે, તેનું સફલ નિદર્શન નીચેના શ્લોકમાં પૂરું પાડે છે:
अनन्तनामधेयके जगत्यहं सनामक: अनन्तदिग्विभागकेष्वस्थितोऽल्पमानक: । अनन्तकालविस्तरे ममायरल्पमात्रकं
अनन्तवस्तुराशिगं वपुर्ममाणुपात्रकम् ।। ६६ ॥ આમ હોવા છતાં કવિને એ પરમ શક્તિ પર અડગ શ્રદ્ધા છે. એ ગાય છે.
धाता त्वमेवासि जगत्पते मे त्राता त्वमेवास्यवनीपते मे । नित्यस्त्वमेवासि परः पिता मे
सत्यस्त्वमेवाति सखा प्रभो मे ।। ७२ ।। કવિ રમેક માતા જ પિતા ત્વમેવ લેકમાં ઘણી બધી વૃદ્ધિ કરીને ઈશ્વરનાં અનંત રૂપે તથા તેમની સાથેને પોતાને નાતે પ્રસ્થાપિત કરી બતાવે છે. એ નાતાની યાદી પણ રસપ્રદ બની રહે તેવી છે. આવા ઈશ્વરની સ્મૃતિ જે સિદ્ધ ન કરી શકાય તે કવિ તેને માટે અનર્થ ગણે છે.
धनं नाजितं चेन्न हानिः परेयम् यशश्चेन्नलब्धं न कार्यों विवादः । अपत्यं न जातं विपत्तिर्न चैषा
अनर्थो महाश्चेत्स्मृतिस्ते ने सिवा । ८७ ॥ અહીં આપણે જોઈ શકીએ છીએ કે કવિ ધન, યશ, સંતાન વગેરે કરતાં ઈશસ્મૃતિને વધુ મહત્વની ગણે છે.
આ શરીર લાંબે વખત જીવી શકતું નથી. તેને માટે કવિ સ્વપ્ન જેવા પરિવર્તનશીલ સંસારનો દાખલે આપે છે. તેઓ એમ પણું બતાવે છે કે સાગરનાં પાણી સુકાઈ જાય છે, પર્વતો નાશ પામે છે, તે પછી આ શરીર કઈ રીતે અભંગુર રહી શકે, હોઈ શકે ? દેહના નાશ પામવા વિષે કવિ પુષ્પ, પત્ર, શાખા, ફલ, વૃક્ષ, બીજ આદિનાં દષ્ટાન્ત આપે છે. એ બધાં નશ્વર છે, તેવી જ રીતે આ શરીર પણ નશ્વર જ છે. આવા અસાર અને મલિન દેહ પર પ્રસક્તિ યોગ્ય નથી એવું પણ પ્રતિપાદન કવિ કરે છે.
यथा पुष्पं यथा पत्रं यथा शाखा यथा फलम् । यथा वृक्षो यथा बीजं तथा देहो विनश्यति ॥ ९१ ।।
For Private and Personal Use Only