Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 128
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ શંકરભાઈ સોમાભાઈ તડવી આપવા રંગીન કપડાના ટુકડા અને રંગીન મેતી વાપરે છે. દરેક ઘરની વળગણું ઉપર વીસપચીસ ઊંઢણ લટકતાં જોવા મળે છે. રાંધવા માટે ચાટ કે ડોયો વાપરે છે. તે લાકડાના બનાવે છે. ચૂલે માટીને બનાવે છે. તેના આગળના ભાગ વાધ-મે વાળો બનાવે છે. ઘર: આદિવાસી કલા-કારીગરીનું દર્શન કરાવે છ. આગળના થાંભલા ચિતરામણવાળા હોય છે. તેની ઉપર પાટડી મૂકવાની કુંભી, ભેણાં કોતરણીવાળાં હોય છે. બારની બારસાખ કોતરણીવાળા હોય છે. ઘરની ભીતિ ઉપર ભીંતચિત્રો અથવા ધાર્મિક ભીંતચિત્ર પીઠોરો ચિતરેલ હોય છે. તેમાં તેમની કલાનાં દર્શન થાય છે. ઘરની અંદર દીવાલોમાં લાકડાં બેસી ડિયો બનાવે છે. તેની ઉપર વસ્તુઓ મૂકી રાખે છે. કપડાં મૂકવા માટે વળા-ડાંડે વાકીચૂંકી વાંસની ડાળી જ હોય છે. પાણી અને દારૂ-તાડી પીવા માટે તૂમડાની ડોયલી વાપરે છે. તે ડેયલી ભરાવી રાખવી વાંસનું ખાં વાવાળું સ્ટેન્ડ બનાવીને રાખે છે. ઘી-તેલ માપવા માટે લાકડાને પહેરો(પાશેરા) વાપરે છે. તેને પકડવા તથા ભેરવવા માટે હાથે રાખે છે. લોટ બાંધવા માટે લાકડાની કથરોટ વાપરે છે, તેવી જ રીતે મસાલા રાખવા અને હળદર ખાંડવા માટે લાકડાનું કોકડું (કથરોટ) બનાવે છે. કેટલાંક ઘરોમાં બીડી માટેનાં પાનખ્તમાકુ રાખવા માટે ખૂણુ સાધન રાખે છે. કેટલીક જગ્યાએ મોતી ભરેલી કપડાની કથળીઓ વાપરે છે. ઘર બાંધવાની ઈંટ, છાવવાનાં નળયાં તેઓ જતિ બનાવી લે છે. તેટલું જ નહિ પણ વખત મળે ત્યારે ધર પણ જાતે જ ચણ લે છે. માટીનાં વાસણમાં તવેલાં તેઓ જાતે બનાવીને તેની ઉપર લાખનું પડ ચડાવે છે. તવલાં ગોળ, ખૂણ અને લંબગોળ પણ બનાવે છે. એ સિવાયનાં પાણીનાં અને રાંધવાનાં વાસણો કુંભારાને ત્યાંથી લાવે છે. પરંતુ તેની ઉપર ચિતરામણ તે હોય જ. પહેરવેશ : આદિવાસીઓ મોટે ભાગે રંગીન કપડાં પહેરે છે. પુરુષો માથે ફટકો (2) બાંધે છે. તે સફેદ, લાલ, પીળા અને નારંગી (કેસરી ) રંગના હોય છે. તેના છેડા રંગીન ગેટ મકીને ઓટી લે છે. શરીરે અડધી બાંયનું લાંબું ખમીસ પહેરે છે. તેના કોલર, ખભા ઉપરના પટ્ટા અને ખિસા ઉપરનાં ઢાંકણું વગેરે જુદા જુદા કપડાના ગેટ મુકીને બનાવે છે. પુરુષે કે, કોષ્ટી લંગોટી ) પહે છે. તે સ્થાનિક વકરો વણે છે, તેમાં ગીન દાને ઉપયોગ કરી, જુદી જુદી ભાત ઉપજાવેલી હોય છે. લગભગ ચાલીસેક જેટલી ભાતની કોષ્ટ બને છે. લંગોટી પહેરવા માટે રંગીન રેસા (ફેલાં)ને કસડા ગૂથે છે. તેના છેડે ફૂમનાં મુક, મણકાની સેરે મૂકે. સ્ત્રીઓ શરીર લાલ લહેરિયા ભાતની ઓઢણી, પીળી ઓઢણું અથવા જુવારિયા ભાતની ઓઢણી ઓઢે છે, છાતી એ કાંચવું ( કાંચળું) કાપડું અથવા કબજ પહેરે છે. કાંચળું પોતે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148