Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 131
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રન્થાવલોકન પદાન્તરે : લે. રાજેન્દ્ર નાણાવટી, પ્ર. રજિસ્ટ્રાર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા૧૯૯૨, પૃ. ૯ + ૧૧૭, કિંમત રૂા. ૪૩=૦૦. મ. સ. યુનિ.ના સંસ્કૃત–પાલિ-પ્રાકૃત વિભાગના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર છે. નાણાવટીએ સંસ્કૃત નાટકો વિશે જુદા જુદા પ્રસંગે એ અને વિવિધ નિમિત્તોએ લખેલા લેખોને તાજેતરમાં પ્રગટ થયેલે સંગ્રહ તે “પદાન્તરે'. નાટ્યવિવેચન નાટક સાથેની તન્મયતા પછીના ડગલે ભા. રહીને નાટક પર કરેલો દૃષ્ટિક્ષેપ છે એવું માનનાર શ્રી નાણાવટીએ પોતે પ્રેક્ષકની તન્મયતા અને પ્રાશ્વિકના તટસ્થતાભર્યા દષ્ટિક્ષેપ વડે સંસ્કૃત સાહિત્યનાં વિવિધ નાટકોને અવલોક્યાં છે ને અનેક નવીન નિષ્ક તારવ્યા છે જે સંસ્કૃત નાટ્યવિવેચનની એક સુખદ ઘટના છે. કુલ ૧૩ લેખે પૈકી પ્રથમ લેખ “ચ રાત્રવસ્ત્રાવૃતા'માં કવિ શુદ્રક કૃત “મૃચ્છકટિકમ ” ના ત્રીજા અંકમાં શર્વિલક ચોરકર્મ કરતી વેળા ચોરીનું પણ જાણે વ્યવસ્થિત શાસ્ત્ર હોય તે રીતે વિચારે-આચરે છે તેના સંદર્ભમાં તેઓ, તસ્કરવિદ્યાનું શાસ્ત્ર રચવા પાછળ આપણા પૂર્વજોની મૂળગામી દષ્ટિ દેખાય છે તેવું જણાવી, જ્ઞાન કદી ખરાબ હોતું નથી કે કલંકિત બનતું નથી, કલકત તો એ જ્ઞાનને પ્રજનારની વૃત્તિ-દષ્ટિ હોય છે-સરસ્વતીનાં વસ્ત્રો તે હમેશાં સ્વચ્છ જ હેય છે એ જે નિષ્કર્ષ તારવે છે એ તેમની ગુણગ્રાહી નાટ્યવિવેચનાની આગવી ભૂમિકા રચી આવે છે. ભાસ નાટક–એક દષ્ટિપાત”—આ દ્વિતીય લેખમાં, ભાસનાં ૧૩ નાટકોની તલસ્પર્શી સમીક્ષા કરી અંતે ભાસની નાટ્યકલાના ઉત્તમ અંશે તેમણે તારવ્યા છે, જેમાં નાટ્યાત્મક પ્રયોજન માટે ખ્યાત વસ્તુમાં પ્રગભ પરિવર્તન, સફળતાનાં ઉપકરણ જેવાં પતાકા સ્થાનકો, નાટ્યાત્મક વક્રોકિત, નાટ્યક્ષ અને નિયમોનું યચિત ઉલંધન, નાટ્યાત્મક પ્રોજન ધરાવતા વર્ણનાત્મક અંશે સંક્ષિપ્ત-ઝડપી-લક્ષ્યવેધી અને ભાવોની નિબિડતા વ્યક્ત કરનારા ને કાર્યસાધક એવા સંવાદો, નાટકકારની તટસ્થતા અને પરકાયાપ્રવેશની કળાના પરિણામસ્વરૂપ, જીવંત પાત્રાલેખનથી આપતાં ને મનાવૌજ્ઞાનિક અંશથી સભર એવાં પાત્રોની વૈવિધ્યભરી સૃષ્ટિ, નાટ્યાત્મક ક્ષણ પકડવાની સૂઝ, મનુષ્યસારપમાં શ્રદ્ધા વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ઉત્તમ અંશે તેમણે વિવિધ કૃતિઓમાંથી યોગ્ય ઉદાહરણ આપી સિદ્ધ કરી બતાવ્યા છે. ‘ભાસની વાસવદત્તા '-આ લેખમાં, ઉદયનનું પદ્માવતી સાથે લગ્ન થઈ શકે તે માટેની અનુકુળતા કરી આપવાના હેતુથી વાસવદત્તા પૂરેપૂરી સભાનતાપૂર્વક યૌગધરાયણની જનામાં જોડાઈ અને એ રીતે એણે જાણીબૂઝીને શહાદત વહોરી લીધી એવું જે અનેક વિવેચકો સ્વાધ્યાય', પૃ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૨, પૃ. ૧૨-૧૪૨. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148