________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચયની સોય પરક સેાટી
ઉપર વિવચિત ચિંતનના પરિપ્રેક્ષ્યમાં એમ કહી શકાય કે ‘વ્યંગ્ય વાણીકૌશલ દ્વારા કરવામાં આવેલા આલેચનાત્મક બૌદ્ધિક પ્રહાર છે; સંયમ કે વિવેકપૂર્ણ કલમની વેધક ચેટ છે, જે બૌદ્ધિક કે વૈચારિક ક્રાંતિ દ્વારા વિસ’ગતિ પ્રતિ આપણુને સભાન કરે છે. એને સંબંધ હાસ્યની જેમ હૃદય સાથે ન હેા બુદ્ધિ સાથેના હોય છે. હાસ્ય એ એક રસ હોવાના કારણે રજસૂ-તમસ જેવા ગુણા તિરધાન થયા પછી નિષ્પન્ન થાય છે. આથી ઊલટુ વ્યંગ્યમાં રજસ્ અને તમસ જેવા ગુણાનું પ્રાધાન્ય જોવામાં આવે છે. અહીં કટાક્ષકાર એક પ્રખર છિદ્રાન્વેષી આલેચકનું કાર્ય વિવેકસમ્પન્ન સાહિત્યકારની કલાત્મક અભિવ્યક્તિના સ્તરે કરતા હાય છે.
૯૫
સમકાલીન વ્યંગ્ય પ્રકૃતિએ સૂમ, વ્યંજનાત્મક, ગભીર, પ્રહારધર્મી, બૌદ્ધિક, આક્રમણૢકારી, નિર્ભીક, નિવૈયકિતક કે તટસ્થ, પૂર્વગ્રહરહિત, પ્રચ્છન્ન વિસ’ગતિને યથારૂપે પ્રકટ કરનાર પ્રગતિશીલ અને માનવમૂલ્યરક્ષક વગેરે ગુણાથી મંડિત હોય છે. હવે એ મનાર જનધર્મી રહ્યો નથી. વૈચારિક ક્રાંતિ દ્વારા સામાજિક પરિવર્તન જ એનું મુખ્ય લક્ષ્ય છે.
સ્વાત ંત્ર્યોત્તર વ્યંગ્ય નવાં પ્રતીકો, બિંબે, ફેન્ટસી, પેરડી, અલીગરી, પત્ર, ડાયરી, શોધ, ઇન્ટરવ્યૂ અને સ`ગાષ્ઠિ વગેરે જેવા સાહિત્યના નવા પ્રકારો તેમ જ પાર પારિક શૈલીશિલ્પના ભાષાગત પ્રયાગા દ્વારા પોતાની નવી નવી મુદ્રાએના પરિચય આપવા લાગ્યો છે. આજના વ્યવ્યને પોતાની સ્વત ંત્ર અભિવ્યક્તિ માટે પારપરિક અને રૂઢ શાસ્ત્રીય આધાર ગ્રાહ્ય રહ્યા નથી. આજ વ્યંગ્ય સામયિક હોવા છતાં પણ એમાં રહેલી વિદગ્ધતા કે કથર્નભ'ગિમાના કારણે જ ચિરસ્થાયિતાને પ્રાપ્ત કરી રહ્યો છે. આ દૃષ્ટિએ એક ઉદાહરણ વિનાદ ભટ્ટમાંથી જોઈ એ –
...
---અને શબ્દકોશમાં બેઠેલ એક ઉધઈએ એડકાર ખાધો. બીજી ઉધઇએ તેની સામે કુતૂહલથી જોતાં પૂછ્યું, પ્રેમ પ્રસન્ન જણાય છે?......ઉત્તમ ભેાજન મળ્યું કે શું ? ” “ હા '' – પહેલી ઉધઈ પેટ પર હાથ ફેરવતાં ખેાલી, “ આજે તે લેાકશાહીનું ભાજન કર્યું.. બહુ જ સ્વાદિષ્ટ પદાર્થ લાગ્યો . . ૧૧
For Private and Personal Use Only
1 ભટ્ટ વિનેાદ, ‘ આંખ આડા કાન, પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપાળનાકા સામે, ગાંધી માગ, અમદાવાદ, ૧૯૮૨, પૃ. ૭૩,