Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 97
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યંગ્યની સૌદર્યપરક કસોટી શ્વેયનાં ચરિત્ર, લય, ઉદેશ–પ્રેરણા અને પ્રભાવને દર્શાવતી અન્ય વ્યાખ્યાઓ પણ પ્રસ્તુત કરવામાં આવી છે. ડૉ. જોન્સને સામાજિક દુર્બળતાઓ અને મૂર્ખતાઓને ઉચ્છેદ કરનાર અમોધ શસ્ત્ર તરીકે, ડ્રાયડન, ટ્રેઇન, પોપ અને જુવેનલ જેવા ધુરંધર વિદ્વાનોએ નૈતિક મૂલ્યના રક્ષક સત્યના ચોકીદાર, આદર્શ શિક્ષક અને સમાજના હિતોષી તરીકે એને મૂલવ્ય છે. માર્ક ટ્રેઇનના મતે એને ઉદ્દેશ સમાજને ઉતારી પાડવા માટે નથી પરંતુ શ્રેષ્ઠ વ્યંગ્ય તો માનવીય સહાનુભૂતિથી પરિપૂર્ણ હોય છે. જ્યારે વ્યંગ્ય માનવીય કરુણ અને બૌદ્ધિક પરિપકવતાને પરિણામે ઉદ્દભવે છે, ત્યારે એને ઉદ્દેશ વિસંગતિઓ પર પ્રહાર કરી નેતિક સુધારણા કે પરિવર્તન કરવાનો હોય છે. આ કોટિને યંગ્ય જ સાહિત્યિક સ્તરે શ્રેષ્ઠ થઈ શકે છે. આ દષ્ટિએ ઉપરથી વિદી અથવા અત્યન્ત દૂર દેખાતે વ્યંગ્ય મૂળમાં તે ગંભીર માનવીય સંવેદના યુત કે મધુરશર્કરાવાંછત ગોળી જેવો હોય છે. વ્યંગ્યના સ્વરૂપની પારંપરિક વિભાવનાઓને નિમૅળ કરવાની દિશામાં જનલ સ્વિફટ; બાયરન, પેપ, બટલર, ડિકન્સ, બર્નાડ શો, ચેખવ અને એ. જી. હાઉસમેન વગેરે જેવા પામ્યા ચિતોએ અગત્યને ફાળો આપ્યો છે. ગાર્નેટ; જે. એલ. પિટ્સ અને માર્ક ટ્વેઈનના મત પ્રમાણે વ્યંગ્યમાં હાસ્ય, સહાનુભૂતિ, કરુણ તથા કલાત્મકતાના ગુણ હોવા આવશ્યક છે. વ્યંગ્યચિતોની તથાકથિત પરંપરામાં હિન્દીના ડે. બરસાનેલાલ ચતુર્વેદી, ડો. રામકુમાર વર્મા, જી. પી. શ્રીવાસ્તવ, એસ. પી. ખત્રી, કાકા હાથરસી અને મધુકર ગંગાધર જેવા હાસ્યકારો તથા સમીક્ષકને સમાવેશ થાય છે. ડૉ. બરસાનેલાલ ચતુર્વેદી માને છે કે –“ વ્યંગ્યમાં લક્ષ્યને સીધી રીતે તિરસ્કારના ચાબખાથી પ્રહાર ન કરતાં વ્યાજેકિત વગેરેના મીઠા પ્રહારથી સુધારવાને અભિગમ હોય છે.”૨ કાકા હાથરસી એ વ્યંગ્યને પરિભાષિત કતાં કહ્યું છે કે- જે વ્યંગ્યમાં હાસ્ય નહીં હોય તે એ પોલિસના હંટર જેવું થઈ જશે.” - પાશ્ચાત્ય સાહિત્યમાં રેશિયન બંગ્યનું સ્વરૂપ ઉપરચચિત હાસ્યમશ્રિત વ્યંગનું રહ્યું છે. હિન્દીના શ્રેષ્ઠ વ્યંગ્યકાર હરિશંકર પરસાઈ પણ વ્યંગ્યમાં સહાનુભૂતિના ગુણનો સ્વીકાર કરતાં કહે છે કે –“અચ્છા વ્યંગ્ય સહાનુભૂતિ કા સબસે અચ્છા ઉત્કૃષ્ટ રૂપ હોતા હૈ. '૮ વસ્તુતઃ વ્યંગ્ય તે આક્રોશનું સંયમપૂર્ણ અને કલાપૂર્ણ સર્જન હોય છે. ગુજરાતીના વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી અને ડૉ. મધુસૂદન પારેખ “પ્રિયદર્શી' જેવા કોણ કોટિના હાસ્યકારે પણ માને છે કે “ કટાક્ષ આક્રોશ અહિંસક રૂપ છે. વ્યંગ્યચિંતકોને બીજે વર્ગ વ્યંગ્યને હાસ્યથી પૃથક કરીને જુએ છે. આ વર્ગને વ્યંગ્યકાર પિતાના પ્રહારમાં જલ્લાદ જેવો ન હોઈ એક કુશળ ચિકિત્સકની જેમ વર્તે છે. હિન્દી સાહિત્યમાં સ્વાતંત્ર્યોત્તરકાલીન વ્યંગ્યનું સ્વરૂપ મટે ભાગે આવા જ પ્રકારનું છે. હિંદીના અનેક ૬. ચતુર્વેદી (ડૉ.) બરસાનેવાલ “હિન્દી સાહિત્ય મેં હાસ્યરસ' “હિન્દી સાહિત્ય સંસાર' દિલ્હી, ૧૫૭, બીજી આવૃત્તિ, ૫. ૪૨. ૭. કાકા હાથરસી-કોષ હાસ્ય વ્યંગ્ય કહાનિયા', પ્રભાત પ્રકાશન, દિલહી, ૧૯૮૨, પૃ. ૩, ૮. પરસાઈ હરિશંકર, ‘સદાચાર કા તાબીજ' (કેફિયત), ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી, ૧૯૨૭, પૃ. છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148