________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર. પી. મહેતા
વીણા 'ને શક્તિભદ્રની રચના માની શકાય તેમ નથી. શક્તિભદ્ર ઇ. ૮મા શતકના અન્તમાં અથવા ૯માં શતકના આરંભમાં થયા છે. નાટકનાં શૈલી અને સ્વરૂપને જોતાં, આને આટલું અર્વાચીન મૂકી શકાય તેમ નથી. તેમ જ શકિતભદ્રને કતોપણ માટે બીજા કોઈ પુરાવા નથી.
આચાર્ય દંડી (ઇ. ૬૬૦-૬૮૦ )ના “ અવન્િસુન્દરી’નાં પ્રારંભિક પદોમાં એક આ છે–
शूद्रकेणासज्जित्वा स्वच्छया खड्गधारया ।
जगद् भूयोऽम्यवष्टब्धं वाचा स्वचरितार्थया ॥८ શદ્રક અનેકવાર સ્વરછ ખડ્ઝની ધારથી જગતને જીતી લીધું અને પછી આત્મચરિતવાળી રચનાથી એને છાઈ વળે'. શુદ્રકની આત્મચરિતાત્મક રચના “ વીણા ' હોય તે સંભવિત છે. આત્મચરિતને અંશ “ મૃછકટિક' કરતાં વીણા માં વિશેષ જણાય છે. “અવન્તિસુન્દરીકથાસાર (૪–૧૭૭–૨૦૦૨) 'માં. આ વિગત છે– શદ્ધકને રાજકુમાર સ્વાતિ સાથે શત્રુતા હતી. એકવાર તે વિદિશામાં કેદ થઈ ગયા. ત્યારે બન્યુદર વગેરે મિત્રોની મદદથી છૂટયો. ઉજજૈનમાં તેણે રાજકન્યા વિનયમતીને ઉદ્યાનમાં જોઈ. બંનેની દૃષ્ટિ મળી અને અનુરક્ત બન્યાં. શૂદ્રક કન્યાને લઈને નગરમાંથી નાસી ગયે. શત્રુને હરાવીને મિત્રો અને પત્નીની મદદથી શાસન કર્યું.' ઉદયનવૃત્તાન્ત સાથે આનું સામે જોઈ શકાય છે. છે. શુદ્રકને સમય ઈ. પાંચમી-છઠ્ઠી સદી છે.૧૦ વીણા ૦'ને રચનાકાળ પણ ઈ. સ.ના આરંભિક શતકોને જણાય છે.
દક્ષિણનાં નાટકોમાં સૂત્રધારકૃતારંભ અને “પ્રસ્તાવના ને બદલે “સ્થાપના ' શબ્દ છે. દક્ષિણમાં ઉદયનનાટકોને “વત્સરાજયરિત ' કહેવાની પરંપરા છે. આ નાટકનું એક નામ “વત્સરાજચરિત' છે. આ રીતે નાટક દાક્ષિણાત્ય જણાય છે. શ્રી જી. કે. ભટે૧૧ સપ્રમાણ સિદ્ધ કર્યું છે કે શૂદ્રક દાક્ષિણાત્ય હતા.
De S. K.-A History of Sanskrit Literature Vol. 1; University of Calcutta, Calcutta ; 1964, second edition; p. 301, fn, 3.
1. Kane P. V.- History of Sanskrit Poetics ; Motilal Banarasidass, Delhi 6; 1961; third edition : p. 133.
८ अवन्तिसुन्दरी-अनन्तशयन विश्वविद्यालय, त्रिवेन्द्रम; १९५४.
- ૧ u૪ (શી ) નાની-ક; મોતનાર થનારીવાસ, નારણ; ૧૧૬૪, પ્રથમવૃત્તિ; 1. ૨૨-૪.
१० त्रिपाठी ( डॉ ) रमा शङ्कर-मृच्छकटिकम् ; मोतीलाल बनारसीदास, दिल्ली ७; ૧૭૫; પુનર્મુદ્રા; પ્રાથન, 3. ૨૮.
11 Bhat G. K. --Preface to Mscchakaçika; The New Order Book Co., Ahmedabad; 1953; p. 188.
For Private and Personal Use Only