Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 107
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંપ્રત સંસ્કૃત સાહિત્યમાં આધુનિકતાવાદી વલણ ૧૦૩ કારણે જ કળાકૃતિ મહાન બની જાય છે, એ માન્યતાને ફગાવી દે છે. (૪) આધુનિકતા આદિમતા તરફ વળવા તાક છે. એ સંસ્કારિતા, શિષ્ટતાને તિરસકારી પ્રાકૃત મનેવલણોને નિઃસંકોચ પ્રકટ કરે છે. એ નાગરી નૈતિકતાને ઉપહાસ કરે છે. (૫ અસ્તિત્વના હેતુની ખેજ માટેની મથામણ અને એ મથામણની નિફિલીસ્ટ ઈડ-નાસ્તિમૂલ શૂન્યતામાં પરિણતિરૂપ નારિતવાદ (Nihilism) આધુનિકતાનું એક મહત્ત્વનું લક્ષણ છે. (૬) કૃતિની સ્વાયત્તતા તથા પ્રતીકવાદ, ક૯૫નવાદ, અતિવાસ્તવવાદ આધુનિકતાની કળાગત વિભાવનાને અનુલક્ષે છે. ધૂનિકોને મતે કૃતિ સ્વયંપર્યાપ્ત છે. એ જીવનદર્શન કે ભાવકના પ્રતિભાવથી નિરપેક્ષ છે. એમાં સર્જક પ્રતીક કલ્પન આદિથી સંકુલ અને દુર્બોધ સૃષ્ટિનું નિર્માણ કરે છે. સર્જક ચેતનાના અધસ્તરમાં ડૂબકી મારી અતિવસ્તુની અનુભૂતિ અને તેની ઓટોમેટીક રાઈટગ દ્વારા અભિવ્યક્તિ પણ કરતે હોય છે. આ જ સંદર્ભે આધુનિકતા પરંપરાગત કળાનિયમને ફગાવી દે છે. એ અ-તંત્રતાને આશ્રય લે છે. પ્રબળ પ્રોગવાદી વલણ અને એને પરિણામે પરંપરાગત સાહિત્યસ્વરૂપ, શૈલીઓમાં તોડફેડ, એમનું સંકરણ અને નૂતન અભિવ્યક્તિ સ્વરૂપની ઉદ્દભાવનાને આવેશ એમાં જોવા મળે છે. (૭) કુત્સિત, આઘાતક અને દુહ્ય અભિવ્યક્તિ આધુનિક સર્જકતાનું મહત્વનું લક્ષણ છે. આધુનિક સર્જક જાણ કરીને પ્રાચીન સંસ્કૃતિના સંરક્ષકો માટે દુર્ણાહ્ય બની જાય છે. એ ભાવકને મુગ્ધ કરી દે તેવા વિષયો પસંદ કરે છે. ભાવકે પાળેલી પંપાળેલી લાગણીઓ સામે એ ભય ઊભું કરે છે. આને આશય ભાવકના સ્ટોક રીસપેન્સ-રૂઢ પ્રતિભાવ-ને તેડવાને છે. એ જોવા, અનુભવવા અને અભિવ્યક્ત કરવાની બંધાઈ ગયેલી ધરેડને તોડી નાંખે છે. એ પિતાની પણ કોઈ ધરેડ ઊભી થવા દેતો નથી. એની ભાષામાં પણ બરછટપણું, મુસિતતા અને આઘાતક શબ્દ–અર્થ સંયોજને જોવા મળે. એ પરંપરાગત છંદ-લયને, અલંકાયોજનાને ફગાવી દે છે. (૮) આધુનિક પરંપરાના સર્વગુણસંપન્ન નાયકની સામે Anti-hero વિનાયક રજુ કરે છે. આ વિ–નાયક નિશ્ચિત થઈ ગયેલા, ચહેરો ખોઈ બેઠેલા, જતુ બની ગયેલા આધુનિક માનવને રજૂ કરે છે. સંસ્કૃત સાહિત્યમાં આધુનિકતાવાદી વલણે કયાં કેવી રીતે ભાતે પ્રકટ્યાં છે એનો વિચાર કરતા પહેલાં “આધુનિક સંસ્કૃત સાહિત્ય ’ની વિભાવના સ્પષ્ટ કરવી જરૂરી છે. જગન્નાથોત્તર સાહિત્યને શ્રી રામજી ઉપાધ્યાય “ આધુનિક સંસ્કૃત સાહિત્ય' તરીકે ઓળખાવે છે. “ આધુનિક અને “સમકાલીન', “સાંપ્રત” કે “ અર્વાચીન વચ્ચે રહેલે ભેદ ભૂલવા જેવો નથી. “આધુનિક ” કે “ આધૂનિકતાવાદી' સંજ્ઞા પશ્ચિમમાં Modern કે Modernist Literature માટે વપરાય છે. આધુનિકતા' પશ્ચિમમાં યાંત્રીકરણ, શહેરીકરણ અને વિશ્વયુદ્ધોને કારણે પ્રકટેલી “વિશિષ્ટ સર્જકચેતના' માટે રૂઢ થયો છે. જ્યારે “સમકાલીન ', “ સાંપ્રત ' સંજ્ઞા સમયની દષ્ટિએ હમણાં રચાતા સાહિત્ય માટે વપરાય છે. Irving Howe “સમકાલીન' અને “ આધુનિક ' વચ્ચેનો ભેદ સમજાવતાં કહે છે કે, where the contemporary refers to time, the modern refers to sensibility and style, and where the contemporary is a term of neutral reference, the modern is a term of critical placement and judgement. (Literary Modernism P. 12-13) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148