________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ કરછીવિરચિત આરાધનાપાત–મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ
સી. વી. ઠકરાલ *
કવિનું જીવન અને કવન
આ કવિની જન્મભૂમિ તરીકે જુનાગઢ ગૌરવ લઈ શકે એમ છે. કવિનાં સગાંવહાલાં તથા મિત્રો પાસેથી એકત્ર કરવામાં આવેલી માહિતી અનુસાર કવિને જન્મ સંવત ૧૯૪૦ના અષાઢ માસમાં થયેલ હતા. કવિના પિતાના સાત ભાઈઓ હતા, પરંતુ કવિ એકમાત્ર સંતાન હતા. કવિનાં માતુશ્રીનું નામ અચ્છાબા હતું. તેઓ જૂનાગઢનાં હતાં.
કવિએ બેવાર લગ્ન કરેલાં. તેમનાં પહેલાં પત્નીનું નામ પ્રભાબહેન હતું. તેઓ તુલજાશંકર ધોળકિયાનાં સુપુત્રી હતાં. કવિનાં બીજાં પત્નીનું નામ નિગુણાબહેન હતું. તેઓ દેસાઈકુટુંબનાં પુત્રી હતાં. તેમના પિતાનું નામ ધીરજલાલભાઈ હતું અને તેઓ ઊનાના નિવાસી હતા.
કવિએ બી. એ. સુધી જૂનાગઢમાં અભ્યાસ કર્યો હતે. એમ. એ. નાં સત્રો ભર્યા હતાં. પરંતુ પરીક્ષામાં બેસી શકયા ન હતા. ૧૯૦૮ થી ૧૯૧૦ સુધી કવિએ અમદાવાદની ટયુટોરિયલ હાઈસ્કૂલમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. પછી તેઓ રતલામ હાઈસ્કૂલમાં પણ શિક્ષક તરીકે હતા. ત્યારબાદ ૧૯૧૪-૧૫ થી ૧૯૪૧ સુધી ઈન્દોરમાં સેવા આપતા હતા. ત્યાંથી નિવૃત્ત થયા પછી ઇંદોરના મહારાજાસાહેબે તેમને ઇંદેર પાછા બોલાવ્યા હતા અને કાયમી નિવાસ ઈદોરમાં જ કરવા વિનંતી કરી હતી.
કવિ ઇંદર ગયા હતા અને મહારાજાના અવસાન પછી એકાદ વર્ષમાં ત્યાંથી જૂનાગઢ પાછા ફર્યા હતા. જૂનાગઢમાં તેમણે ૧૯૪૨થી નિવાસ પુનઃ શરૂ કર્યો હતો. પરંતુ ૧૯૪૮થી ૧૯૫૦ સુધી જૂનાગઢના કલેકટર શ્રી. એસ. ડબલ્થ શિશ્વરકરની વિનંતીથી કવિ સરકારી કન્યાવિદ્યાલયમાં માનદ શિક્ષક તરીકે જોડાયા હતા.
કવિનું અવસાન તા. ૨૧-૧-૧૯૬૩ના રોજ જૂનાગઢમાં થયું હતું. અત્યારે તેમના બે પુત્રો અને એક પુત્રી છે. અંગત સંપર્ક
આ લેખક જ્યારે બી.એ.ને વિદ્યાર્થી હતો ત્યારે ૧૯૫૩-૫૪માં તેમના સંપર્કમાં આવેલો. તેમનું કેટલુંક અપ્રકાશિત સાહિત્ય આ લેખકને શોધખોળ દરમ્યાન મળેલું. તેના પરથી જણાય
સ્વાધ્યાય', પૃ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી-૧૯૯ર, ૫. ૧૧૧-૧૧૬.
* ૨, રાવળિયા પ્લેટ, પોરબંદર ( ૩૬ ૫૫ )
For Private and Personal Use Only