Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 98
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાનદાસ એન, કહાર સમકાલીન કટાક્ષકારો અને સમીક્ષકોએ એને એક સ્વતંત્ર પ્રકાર તરીકે સ્થાપવાને પ્રયત્ન કર્યો છે. પશ્ચિમના વ્યંગ્યચિંતકોમાં સર્વશ્રી એ. નિકોલ, ડ્રાઈડન; સદરલેંડ જૈન એમ. બુલેટ અને જનલ વગેરેના વ્યંગ્યવિષયક વિચારોને આ દૃષ્ટિએ જોઈ શકાય. હિન્દીમાં ડે. કૃષ્ણદેવ ઝારી, ડે. બાલેન્દ્રશેખર તિવારી, ડે. ધનંજય વર્મા, ડો. શ્યામસુંદર ઘોષ, ડો. શંકર પુણતામ્બેકર, ડૉ. મધુસૂદન પાટિલ, હરિશંકર પસાઈ, શ્રીલાલ શુલ, નરેન્દ્ર કોહલી, અજાતશત્રુ, પ્રેમજનમેજય અને અમૃતરાય વગેરે જેવા વ્યંગ્યકારો અને સમીક્ષકોનાં મનમાં અને ઉપર નિર્દિષ્ટ પાસ્યાત્ય ચિંતકોનાં મન્તવ્યોમાં સામ્ય છે. ડૉ. ધનંજય વર્માએ બંનેના અલગ અલગ ફલકને વિભાજિત કરતાં કહ્યું છે કે–“હાસ્ય વિસંગતિયું કે વિનોદમય પહલું કો ઉભારતા હૈ', વ્યંગ્ય અપની નિકિતક આરે બૌદ્ધિક આલોચનાત્મક પ્રજ્ઞા કે જરિયે ઉન પર પ્રહાર કરતા હૈ. હાસ્ય કી અપિલ હાર્દિક હતી હૈ, વ્યંગ્ય કી બૌદ્ધિક”૯. ડૉ. બાલેન્દુ શેખરે પણ એને બૌદ્ધિક પરિપકવતાના સ્તરે હાસ્યથી જુદા પાડતાં કહ્યું છે કે સચ તે યહ હૈ કિ વ્યંગ્ય કા વિધાન હી અબૌદ્ધિકતા કે ઉમૂલન હેતુ હેતા હે.૧૦ આ પ્રમાણે હરિશંકર પરસાઈએ બંનેના વિષયગત સ્વરૂપમાં રહેલા અંતર, ડૉ. શેરભંગ ગર્ગે “આક્રમણની અનિવાર્યતા', અમૃતરાયે અશિવને હાસ્યાસ્પદ બનાવી એના આતંકને સમાપ્ત કરી દેનારી કુશળતા, અજાતશત્રુએ “ઉપરથી ન જોવામાં આવતે વિરોધાભાસ ક વિકૃતિ” તે ડે. નરેન્દ્ર કોહલીએ “એમાં રહેલા વેધક પ્રહારના ગુણો વ. લક્ષણોને આધારે ' હાસ્ય અને વ્યંગ્યની ભિન્નતા દર્શાવતા નવા અભિગમો પ્રસ્તુત કર્યા છે. આ પ્રકારના કટાક્ષમાં તીખાં અને વેધક સાહિત્યિક ઉપકરણને ઉપગ થઈ શકે છે, જેમાં સૂક્ષ્મ અને ઊંડી વિસંગતિઓ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માર્મિક પ્રહાર કરવામાં આવે છે. આને ઉદ્દેશ તથાકથિત વિકૃતિઓને સમૂળ ઉન્મલિત કરીને માનવીય મૂલ્યની સ્થાપનાને હોય છે અને તે માટે યુગાનુરૂપ વિવેકસમ્મત વૈચારિક અને પરિવર્તનકારી દષ્ટિ રાખવાની હોય છે. આવા વ્યંગ્યમાં હાસ્યને સંપૂર્ણરૂપે અસ્વીકાર હેત નથી પણ એની સત્તા ગૌણુરૂપે જ સ્વીકાર્ય હોય છે. આવા યંગ્યની પ્રકૃતિ અગ્નિની જેમ દાહક, સર્પ કે વૃશ્ચિકદશની પેઠે વિષયુક્ત તથા ગુલાબના કાંટાની જેમ તીક્ષણ અને વેધક હોય છે. એમાં હાસ્યની જેમ આલમ્બન પ્રતિ રંજનને ભાવ ન હાઈ તિરસ્કાર કે ઉપેક્ષાને ભાવ હોય છે. જો કે હાસ્ય વ્યંગ્ય કે કટાક્ષથી અલગ તારવવું ઘણું મુશ્કેલ છે, છતાં પણ અસંગતિઓનું સ્વરૂપ બંનેનાં ગુણ અને પ્રભાવ, પ્રયોજન, પ્રયુક્ત શૈલા અને શિલ્પગત સાધનો વગેરેના કારણે વ્યંગ્યનું સ્વરૂપ હાસ્યથી તદ્દન અલગ જણાઈ આવે છે. હાસ્ય અને ચંગની ભિન્નતાને એક અન્ય આધાર એ પણ છે કે હાસ્ય એ રસ છે, જ્યારે વ્યંગ્ય એક તીવ્ર કે કટુ આલેચનાત્મક બૌદ્ધિક વ્યાપાર છે. હાસ્યરસની નિષ્પત્તિ આનંદામક હોય છે, જ્યારે વ્યંગ્યની અભિવ્યક્તિ આઘાતજનક હોય છે. ૯ વર્મા (ડ.) ધનંજય “ રંગ ચકલસ " દીપાવલી વિશેષાંક, (બમ્બઈ), એકબર ૧૯૭૯ ૧૦ તિવારી (ડો.) બાલેન્દુ શેખર, ‘હિદી યંગ્ય કે પ્રતિમાન' ગિરનાર પ્રકાશન, પિલાજીગંજ, મહેસાના, ૧૯૮૮, પૃ.૧. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148