________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહિમદનું અનુમિતાનુ મેચ અનુમાન અને વ્યાજના"
૪૭
અને તેનાથી તેના સાહચર્યને કારણે નાભિકમળના બીડાઈ જવાનું અનુમાન થાય છે અને તેનાથી બ્રહ્માના દર્શનના વ્યવધાનનું-આમ ત્રણ અંતરાય પછીથી અનુમેયાર્થની પ્રતીતિ થાય છે. આ પ્રકારની ઉપાયપરંપરા ( એક પછી એક ઉપસ્થિત થતાં સાધ્યપ્રત્યાયક હેતુઓ) સામાજિકને માટે કમ્મદ ( અસહ્ય ) નીવડે છે અને તે રસાસ્વાદની નજીક પહોંચી શકતો નથી. તેથી આ પ્રહેલિક જેવું છે. તેને કાવ્ય કહેવામાં અતિવ્યાપ્તિ થાય છે.” ગ્રંથકારના મતે પદ્યમાં લકિમીની લજજાનિવૃત્તિ સાધ્ય છે અને ભગવાન વિષણુના જમણુ નેત્રને ચુંબન, તે હેતુ છે. પરંતુ અહીં હેતુ અને સાય વચ્ચે પ્રત્યક્ષ સંબંધ નથી. એટલે કે લજજાનિવૃત્તિ માટે લક્ષ્મી વિષસના જમણું નેત્ર ચુંબન શા માટે કરે છે, તે સમજાતું નથી. તેથી તેના પર વિચારવિમર્શ કરતાં, જણાય છે કે વિગણનું જમણું નેત્ર સૂર્યરૂપ છે અને ચુંબનને કારણે તે ઢંકાઈ જવાથી સૂર્યાસ્ત થવાનું અનુમાન થાય છે. સૂર્યાસ્તરૂપ અનુમેય અર્થ અન્ય અનુમાનને હેતુ બની જાય છે અને તેના વડે, સૂર્યા થતાં, સૂર્યના સાહચર્યથી વિકસિત થતું નાભિકમળ બીડાઈ જવાનું અનુમાન થાય છે. પરંતુ નાભિકમળમાં તે બ્રહ્મા બેઠેલા છે ! નાભિકમળ બીડાઈ જવારૂપી અનુમેય અર્થ પુનઃ હેતુ બની જાય છે અને, પરિણામે, નાભિકમળમાં બેઠેલા બ્રહ્મા લકમીની રતિક્રીડા જેઈન જાય, તે અનમેય અર્થ પ્રાપ્ત થાય છે. બ્રહ્માને આંખેથી ઓઝલ કરવાનું પ્રયોજન લક્ષમીને તે લજજાભાવ છે. આ લજજાભાવના નિવારણ અર્થે લક્ષ્મીએ શોધી કાઢેલો આ ઉપાય છે, તેવું પ્રતીત થાય છે. આમ, વિષ્ણુને જમૅણ નેત્રને લકમીએ કરેલા ચુંબનનું રહસ્યોદ્દધાટન લક્ષ્મીના લાનિવૃત્તિરૂપ સાથમાં પરિણમે છે. આ સાધ્યરૂપ અર્થ સુધી પહોંચતાં, ભાવકને વચ્ચેના વ્યવધાનરૂપ ત્રણ અર્થે સમજવા પડે છે. આમ, એક પછી એક એમ ઉપસ્થિત થતા આ સારા પ્રત્યાયક હતુઓ ભાવકને માટે કષ્ટસાધ્ય નીવડે છે. પરિણામે, ભાવકને લવલેશ રસાસ્વાદ થતા નથી. તે પછી આવાં પદ્યોને કાવ્ય એવું નામ આપવાને બદલે પ્રહેલિકા કહીએ તે શું ખોટું ? તે મત ગ્રંથકારે રજૂ કર્યો છે.
- અનુમિતાનુમેયનાં છેલ્લાં બંને દષ્ટાંતોને આનંદવર્ધને વસ્તુધ્વનિનાં ઉદાહરણરૂપે રજૂ કર્યા છે. મહિમના મતે આ બને ઉદાહરણે પ્રહેલિકાથી વિશેષ કંઈ જ નથી. કારણ કે કાવ્યર્થ પામવામાં વચ્ચે અંતરાયે આવે છે. કવિને વિવક્ષિત વસ્તુને સમજવામાં જ્યાં બોદ્ધિક કસર! અપેક્ષિત હોય, તેવા પવને ઉત્તમકાવ્ય-અરે કાવ્યસુદ્ધાં કહી શકાય નહિ, તેને તે પ્રહેલિકા કહીએ તે જ ઠીક છે. આવું જખુાવીને મહીમે આનંદવર્ધનના કવિત્વના ખ્યાલ પર કટાક્ષ કરી લીધે છે.
અર્થાન્તરસંક્રમિત વાગ્યમાં અનુમિતાનુય:
આનંદવર્ધને અર્થાન્તરસંક્રમિત વાગ્ય ધ્વનિનું જે ઉદાહરણ આપ્યું છે, તેમાં અર્થશતીતિ અનુમિતાનુમેયરૂપે પ્રાપ્ત થાય છે, તેવું મહિમનું કહેવું છે. પદ્યમાં અનુમેય અર્થની સિક માટે તેમણે સાધ્ય–સાધનભાવની સ્પષ્ટતા આ પ્રમાણે કરી છે:
૨
આનંદવર્ધન, વન્યાલ, પૂર્વાર્ધ', ૫. ૩૪૨.
For Private and Personal Use Only