________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુયોધનુરિ–ગુર્જર વિદ્વાન ૫. સોમનાથ
વ્યાસપ્રણીત એક અજ્ઞાત ગ્રંથ
સિદ્ધાર્થ યશવંત વાકણકર
ભારતમાં સર્વત્ર સંસ્કૃત ભાષા વ્યવહારમાં વપરાતી હતી અને બધાં રાજ્યમાં સંસ્કૃતનું અધ્યયન-અધ્યાપન એ એક સામાન્ય પ્રણાલી હતી. એના પરિણામ સ્વરૂપ સંસ્કૃતનું મહત્ત્વ સમાજમાં, અભ્યાસ ક્રમમાં પણ વધતું જ હતું. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા-પૂર્તિ માટે, એમને સહેલાઈથી અને અલ્પ-પ્રયત્નથી સંસ્કૃત અને સંસ્કૃતની અનેક વિદ્યાશાખાઓનું અધ્યયન કરાવવા માટે અનેક નાના મોટા ગ્રંથની રચના કરવામાં આવતી હતી. અવિા ગ્રંથ પર લેખક પિતે જ વ્યાખ્યા લખતાં હતા અથવા તે કોઈ શિષ્ય પાસે ટીકા લખાવતા હતા. આવી ગ્રંથ-પરંપરા ચાલતી હતી. અને ભારતનાં સર્વ રાજ્યમાં સંસ્થાનમાં આવા ગ્રંથકાર થઈ ગયા. એમને રાજ્યાશ્રય હતું. તેમની કૃતિઓ રાજદરબાર કે રાજાના ગ્રંથ સંગ્રહાલયમાં જોવા મળે છે. દુર્ભાગ્યે કેટલાક ગ્રંથો પાછળથી લુપ્તપ્રાય થયા, કેટલાક નામમાત્ર જ રહ્યા. કેટલીકવાર સંથકાર અને એમને પરિવાર સ્થળાંતરિત થાય એટલે આવા સંઘે બીજી જગ્યાએથી મળી આવે છે. પ્રસ્તુત લેખમાં ગુજરાતના વિસનગરા નાગર બ્રાહ્મણ પંડિત સોમનાથ વ્યાસની એક અપ્રકાશિત કૃતિ ઉપર પ્રકાશ પાડી આ મધ્યપ્રદેશ સ્થિત (અને એટલે જ ગુજરાતને અજ્ઞાત રહેલા) લેખક અને એમની કતિઓ સંબંધી થોડી માહિતી પ્રસ્તુત લેખમાં આપી છે. “સુબોધકુમૂદાકર' પહેલી જ વાર વિદ્વાન સમક્ષ રજૂ કરવામાં આવે છે.
સુબોધકુમુદાકર : આ ગ્રંથની ફક્ત એક જ હસ્તલિખિત પ્રત ઉપલબ્ધ છે અને એ ઉજજૈનના પ્રા. ડે. બાબુલાલ શુકલ શાસ્ત્રીનાં નિજી સંગ્રહમાં છે. એમણે મને મૂળ હસ્તપ્રતની રેકસ કોપી આપી માટે હું એમને ત્રણ છું. આ પોથીનું વિવરણ આ પ્રમાણે છે.
પત્ર-૩૮; પત્રની એક બાજુએ આઠ-નવ લીટીઓ; ૧ લીટીમાં ૨૬-૨૮ અક્ષરે; પત્ર ૩૬ -અ કોરું છે. પરિમાણુ-૨ ૫x૧૨ સે. મી.; લેખનકાલ–શક ૧૭૭૨ (ઈ. સ. ૧૮૫૦); લિપિ દેવનાગરી પૂર્ણ. લેખનસ્થલ-સિહેર (જિલ્લે ભોપાળ-મધ્ય પ્રદેશ).
વિષય-આ ગ્રંથનું પ્રયોજન જણાવતાં કવિ પોતે જ કહે છે કે બુદ્ધિમાન અને જિજ્ઞાસુ પરંતુ આળસુઓ માટે મેં આ “સુવાકુમુદ 'નો “મા” વિકસાવ્યો છે. જે સ્વલ્પ જ્ઞાનથી જ સંતોષ મેળવવા ઈચ્છે છે અને બીજાં શાસ્ત્રો માટે જેમને આદર છે, જેમની ઈતર શાસ્ત્રોમાં ચંયુ.
“સ્વાધયાય', પૃ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૯૨, પૃ. ૨૫-૯૦.
સંશોધન અધિકારી, પ્રાચ્યવિદ્યા મંદિર, મ, સ, વિદ્યાપીઠ, વડોદરા-૩૯૦ ૦૦૨. વા દે
For Private and Personal Use Only