________________
આત્મલક્ષી
ઘણા કહે કે જૈનદર્શન આત્મલક્ષી છે જૈનદર્શન તો જીનસ્વરૂપને જ દર્શાવે છે હું પોતે આત્મસ્વરૂપ જ છું તો લક્ષ કોનો?
ઘણા કહે છે કે આત્મલક્ષી ક્રિયાઓ ધર્મ છે હું જીવ, પરદ્રવ્યની ક્રિયા માટે અસમર્થ છું હું જીવ, ક્રિયા કેમ કરું? ને કરતાં લક્ષ કોનો?
ઘણા કહે છે વ્રત, તપ, નિયમ, મારી ક્રિયા તો બીજા કહે વાંચન, પઠન, મનન મારી ક્રિયા બધા જ પોતાને જીવ માનવાનું જ શું ભૂલ્યા?
હું આત્મસ્વરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રમય હું પોતાને જ જાણતો-દેખતો ને મારી જ નિર્મળતાએ મને જ સંસાર જણાય છે, તો મને લક્ષ કોનો?
34