________________
પાણી કહો કે કમળ
હું સ્થિર, ગહન, શીતળ પાણી જ છું આવા પાણીમાં કાદવનું હોવાપણું છે ને આવા પાણીમાં કમળનું પણ હોવાપણું છે
કમળ પાણીને રાગ ઉત્પન્ન કરાવતું નથી મેલું કાદવ દ્વેષ ઉત્પન્ન કરાવતું નથી પાણી તો સ્થિર, ગહન, શીતળ જ રહે છે
કાદવ, કાદવપણે રહેલ ને માટીમાં જ છે કમળ, કમળરૂપે ખીલે છે ને કરમાય છે પાણી તો સ્થિર, ગહન, શીતળ જ રહે છે
જ્યારે હું કમળરૂપે અનુભવતો પાણી જ છું ત્યારે કાદવ વગર હંમેશાં ખીલતો કમળ છું પાણી તો સ્થિર, ગહન, શીતળ જ રહે છે
કાદવથી સદા ભિન્ન રહીને કમળનો સાથ, કરનાર ખીલતા કમળથી સદા અભિન્ન છું પાણી તો સ્થિર, ગહન, શીતળ જ રહે છે
અજ્ઞાની કાદવને જ અનુભવી રહ્યો છે ત્યારે જ્ઞાની પાણીની સાથે કમળને જ અનુભવે છે પાણી તો સ્થિર, ગહન, શીતળ જ રહે છે
152