________________
મા
મા જ્ઞાનસ્વરૂપ સત્તામય આનંદની મૂર્તિ છે. મા જ પોતાના બાળકોને સારી રીતે જાણે છે મા જ બાળકને જન્મ આપે, માનાં જ ખોળામાં વિશ્રામ પામી, શાંતિ સુખમય થાય છે
સમય વીતતા બાળક કાંઈ ખોટું પણ કરે તો મા જ એમ કહે, મારો બાળક આમ કરે જ નહીં કાંઈ ભૂલ થઈ હશે, એની સંગત જ બગડી હશે બાળક મારો, મારો જ રહેવાનો, તમે જ જોજો
બાળક કાંઈ સારું કરે તો મા ફુલાઈ જાય છે મારો બાળક જુઓ, કેવો સુંદર, રમણીય છે મારો બાળક જ્ઞાની, શાંત અને ધીરજથી પૂર્ણ છે મારો બાળક પોતામાં જ પૂર્ણ, એને પરનો સંગ કયાં
એવી મા ને બાળકની કહાની આ વિશ્વનું સ્વરૂપ છે જૈન દર્શને આ સ્વરૂપને અનંત નયોથી સમજાવ્યો છે ગુરુદેવે આ સતને આ પંચમકાળમાં, ભરતભૂમી પર ગુંજાવ્યો, પોકાર્યો, લલકાર્યો છે, હું ભૂલી ગયો એ માટે
155