________________
મોક્ષ નથી મંદિરમાં કે નથી એ તીર્થમાં મોક્ષ નથી ત્યાગમાં કે શરીરના કઠીન પરિશ્રમમાં મોક્ષ નથી ઘરમાં કે પ્યારમાં, મોક્ષ નથી સગાવ્હાલામાં મોક્ષ તો છે અંતરનાં પરિપૂર્ણ જ્ઞાનાનંદમાં મોક્ષ તો છે સાચી સમજણ ને સાચા જ્ઞાનમાં એટલે તો ગુરુ કહે કે હસતાં રમતાં મોક્ષ છે.
એકવાર તું સ્વ આત્માને જાણ, એકવાર તું એને પહેચાન તો પછી તને ખબર પડે કે તું તો આત્મા જ છો તારો પોતાનું ઘર કહો કે પદ કહો એ જ મોક્ષ છે એ તો તારું પોતાનું ને તું તો એનો હકદારી છે, એટલે તો ગુરુ કહે કે હસતાં રમતાં મોક્ષ છે.
આત્માને જાણ્યું તો પછી મોક્ષ સર્વવ્યાપી ઘરમાં મોક્ષ, મંદિરમાં મોક્ષ, મોક્ષ સૌ તીર્થમાં છે ખાતાં મોક્ષ, ઉપવાસે મોક્ષ, પ્યારમાં મોક્ષ ને મોક્ષ ત્યાગમાં છે પોતાના એક એક ભાવનો જ્ઞાતા થઈ, બસ તું આત્મામાં એટલે તો ગુરુ કહે કે હસતાં રમતાં મોક્ષ છે.
આત્મા તો જ્ઞાનનો પીંડ ને આનંદથી ભરપુર પછી તો તું ન ભટકે આ સંસારમાં કદી ગુરુભક્તિ કરે, જિનપૂજા કરે, એ જ તને સર્વસ્વ હવે તું પરથી ન બંધાય, સ્વમાં જ વસે, જ્ઞાતા તું એટલે તો ગુરુ કહે કે હસતાં રમતાં મોક્ષ છે.