________________
હું દ્રવ્ય
હું દ્રવ્ય નિરપેક્ષ છું, મારી પર્યાય પણ નિરપેક્ષ છે હું દ્રવ્ય ત્રિકાળી પૂર્ણ સત છું, મારી પર્યાય એક સમયનો સત જ છે દ્રવ્ય ત્રિકાળ છે, પર્યાય પણ હમેશ થતાં ક્રમમાં ત્રિકાળ જ છે હું દ્રવ્ય નિરપેક્ષ છું, મારી પર્યાય પણ નિરપેક્ષ છે
હું એક દ્રવ્ય છું, અને છ દ્રવ્યોનો સંયોગ હમેશ જ છે હું પૂર્ણ સદેવ અસંયોગી, અસ્પર્શી, જ છું હું એક પૂર્ણ દ્રવ્ય સદૈવ પરિણમતો જ છું હું એક દ્રવ્ય છું, અને છ દ્રવ્યોનો સંયોગ હમેશા જ છે
હું જીવ એક, બીજા નવ તત્વોમાં નથી, ભિન્ન જ છું હું જીવ, હેય, શેય, ઉપાદેય કળાથી યુક્ત છું હું જીવ, જાણનારો મોક્ષ સુખથી પરિપૂર્ણ છું હું જીવ એક, બીજા નવ તત્વોમાં નથી, ભિન્ન જ છું
હું જીવ એક, મારું જ્ઞાન મને જ જાણવા માણવા પ્રગટે છે હું જીવ, મારું દર્શન મને જ અને કોઇને નહીં દેખવા પ્રગટે છે હું જીવ, મારું ચારિત્ર વીતરાગી આનંદથી ભરપુર છે હું જીવ, મારું જ્ઞાન મને જ જાણવા માણવા પ્રગટે છે