Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
હાર્દિક ઉપબૃહણા કરીએ છીએ. વ્યાકરણનાં અભ્યાસીઓને ગુજરાતીમાં સરળ રીતે સમજણ મળે એવું બીજુ એકપણ પુસ્તક હજી જોવામાં આવ્યું નથી. એટલે આખ્યાત પ્રકરણ વિ. પર પણ વિવેચન કરવાનો પ્રયાસ આવકાર્ય જ રહેશે. વહેલી તકે એ કાર્ય પૂર્ણ થાય અને અભ્યાસુઓને સહાયક થાય એવી શુભેચ્છાઓ !!!
E
સપ્ટે *a &
વ
(૧૫)
શ્રી માણેકલાલ હરગોવનદાસ સોનેથા મહા સુદ-૪. ગોપીપુરા, સુરત.
શિક્ષણનો અર્થ શારીરિક માનસિક બૌદ્ધિક વિકાસ કરવાનો છે. શિક્ષણના ધ્યેયને સિદ્ધ કરવા સર્વાંગી વિકાસ કરવા ભાષાના વિશેષ જ્ઞાનની જરૂરિયાત છે. આપણા દેશની ભાષાઓમાં સંસ્કૃત ભાષા પ્રાચીન ભાષા છે. સંસ્કૃત ભાષાને ગિર્વાણગિરા (દેવભાષા) કહેવાય છે. પહેલાં સંસ્કૃત ભાષા
બોલવામાં વપરાતી ભાષા હતી.
સંસ્કૃત ભાષા નિયમબદ્ધ ભાષા છે. આ સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવન્તે બનાવેલ સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણના અભ્યાસ માટે પૂજ્ય સાધ્વીજી મ.સા. તૈયાર કરેલ લઘુવૃત્તિ વ્યાકરણના પાદ ૧૧ થી ૧૬ નું વાચન કરવા મને અવસર મળ્યો. શ્રુતજ્ઞાનની ભક્તિનો લાભ આપ્યો તે માટે પૂજ્ય મયૂરકળાંશ્રીજી મ.સા. તથા પૂજ્ય પ્રશાન્તયશાશ્રીજી મ.સા. નો ઉપકાર માનુ છું.
પૂજ્ય પ્રશાન્તયશાશ્રીજી મ.સાહેબેં આ વિષયના સારા પ્રકાશન માટે ઘણો સમય આપેલ છે. તે માટે તેઓશ્રીની સંયમસાધના તેમજ તેમના જ્ઞાનની અનુમોદના કરું છું.
શાસન દેવને પ્રાર્થના કરું છું કે પૂજ્ય પ્રશાન્તયશાશ્રીજી મ.સાહેબ હજુ બીજા ગ્રન્થો અભ્યાસકોને ઉપયોગી થાય તે રીતે તૈયાર કરી પ્રકાશન કરે વિનંતી છે.
!!15 >& > !!! સોનો साहित्यशास्त्र डा0 ड