Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
મયૂરકળાશ્રીજી મ. જોગ સાદર અનુવંદન.
તમે મોકલાવેલ ત્રણ પુસ્તકોનો સેટ મળ્યો છે. શ્રુતજ્ઞાનની ભક્તિ બદલ અભિનંદન... મોકલવા બદલ ધન્યવાદ. શ્રુતજ્ઞાનની સાધનામાં અને એ દ્વારા સંઘોપયોગી સર્જનોમાં આગળ વધતા રહો એવી શુભેચ્છા છે.
... 6
(૧૩)
પૂ. શ્રી મોક્ષતિલકવિજયજી મ. સા. આ તપોવન સંસ્કારપીઠ, અમીયાપુર, ગાંધીનગર. વિયાદિગુણોપેત સ્વાધ્યાયરસીક સાધ્વીજી મયૂરકળાશ્રીજી આદિ મુ. મોક્ષતિલક વિ. ના અનુવંદનાદિ.
વિશેષ આપ તરફથી સંપાદિત થતાં “સિદ્ધહેમશબ્દાનુશાસન લધુવૃત્તિનું વિવરણ” અતિશય અદ્ભૂત તૈયાર થઈ રહેલ છે. આપનો આ સફળ પ્રયાસ અનેક નવા ભણનારા માટે ખુબ ખુબ ઉપયોગી થશે. વર્તમાનમાં આપનો આ પ્રયાસં અતિ અનુમોદનીય છે. આપના સુકૃતની ભારોભાર અનુમોદના!!!
મા લગ્ન ?
(૧૪) પૂ. શ્રી ભવ્યસુંદરવિજયજી મ. સા.
પોષ વદ-0)), મુલુંડ, મુંબઈ. સાદર અનુવંદના ! સુખશાતા !!!
આપના દ્વારા સંપાદિત “સિદ્ધહેમશબ્દાનુશાસન લઘુવૃત્તિ વિવરણ” જોયાં. અત્યારે મારે વ્યાકરણનો અભ્યાસ ચાલે છે. પ્રાથમિક અભ્યાસ માટે - અનુવાદ સાધનિકા વિ. ખૂબ ઉપયોગી થાય છે. આપ સહુની મહેનતને ખૂબ - ધન્યવાદ ઘટે છે. ભાવિ પેઢીમાં વ્યાકરણનો અભ્યાસ જીવંત રાખવા માટે પ્રકાશનો આવશ્યક છે. જેમાં પહેલ કરીને તમે સહુએ સુંદર કાર્ય કર્યું છે.