Book Title: Shrutsagar Ank 2007 03 012
Author(s): Manoj Jain
Publisher: Shree Mahavir Jain Aradhana Kendra Koba

Previous | Next

Page 32
________________ पंन्यास प्रवरश्री अमृतसागरजी आचार्यपद प्रदान महोत्सव विशेषांक જ આરાધના કરવાની અને તેનામાંજ દૃઢ વિશ્વાસ રાખવા પ્રેરિત કરતા હોય છે. તેઓશ્રીનું સમગ્ર જીવન નવકારમંત્રના પ્રભાવની વિકાસયાત્રાસમું પ્રતીત થાય છે. - રાગરાગીણીમાં સ્તવનો, પદો ગાતા પંન્યાસજીની આત્મમસ્તી જોવા જેવી હોય છે. તે વખતે તેઓ પોતાની સાથે આરાધનામાં ઉપસ્થિત આરાધકોના હૃદયકમલોને ભક્તિસંગીત દ્વારા પ્રફુલ્લિત કરી દેતા હોય છે. ભારત ભરમાં પ્રાયઃ બધા પ્રદેશોમાં વિચરણ કરીને દેશાટનનો બહોળો અનુભવ મેળવ્યો છે. જે એમને આચાર્ય પદ પ્રદાન કરવા માટે એક મહત્વપૂર્ણ ગુણ કેળવ્યો ગણાય છે. એ અનુભવજ્ઞાન પણ પૂજ્યશ્રીએ ગુરુ નિશ્રામાં રહીને પ્રાપ્ત કર્યું છે. ગુરુભક્તિની તેમની એવી અઠંગ ધૂન કે ૩૮ વર્ષના સુદીર્ઘ સંયમ પર્યાયમાં નિરંતર વૈયાવચ્ચય ગુરુકુળવાસનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. ગુરુનિશ્રામાં સંયમી જીવન વ્યતીત કરવાનો અવસર પુણ્યોદયથી જ મળતો હોય છે. વર્ષીતપ, અઠાઈ, નવપદજીની ઓળી, વદ્ધમાનતપની ઓળી, વીશાનક તપ આદિ અનેકવિધ તપો દ્વારા પંન્યાસજીએ પોતાના જીવનને પવિત્ર બનાવ્યું છે. તેઓશ્રીની આવી અનેક પ્રકારની યોગ્યતાઓને જોઈ પૂજ્ય ગુરુદેવે તીર્થાધિરાજ શ્રી સમેતશિખરની પાવન ભૂમિમાં વિ. સં. ૨૦૫૨, મહાસુદી ૧ (વસંતપંચમી)ના શુભ દિવસે પંન્યાસ પદવી આપી હતી. - પંન્યાસ પ્રવર શ્રી અમૃતસાગરજીના સાંસારિક મોટાભાઈ શ્રી મહેશભાઈ અને શ્રીમતી ધર્મજ્ઞાબેને પોતાના હૃદયના ટુકડા જેવા વહાલસોયા પુત્ર ભાવિકકુમારને તેમના અનુજ બન્યુ (પંન્યાસજી)ના શિષ્ય તરીકે જિનશાસનને સમર્પિત કર્યા, જે આજના જૈન જગતમાં મુનિપદ પર રહેવા છતાં ગુરુજનોના આશીર્વાદથી અભૂતપૂર્વ શાસન પ્રભાવના કરી રહ્યા છે. - સંસારીપક્ષે ભત્રીજા અને તેઓશ્રીએ એક માત્ર શિષ્ય મુનિશ્રી નયપદ્મસાગરજીમાં રહેલી શક્તિઓને ઓળખીને સાધુજીવનને ઉન્નત બનાવનારા વ્યાવહારિક અને આધ્યાત્મિક શિક્ષણ દ્વારા સમર્થ સાધુ બનાવ્યા છે. ?એકચંદ્રઃ તમોહંતિ? એ કહેવતને ચરિતાર્થ કરીને પોતાના શિષ્યને જબરદસ્ત શાસન પ્રભાવક બનાવ્યા છે. આજે તેમની જૈન એકતાના કાર્યોની અભૂતપૂર્વ સુવાસ જગતભરમાં પ્રસરી રહી છે. ગુરુપરંપરાના વિસ્તરણમાં પ્રયત્નશીલ પૂજ્યશ્રીની એક શિષ્ય અને બે પ્રશિષ્યો રૂપ શિષ્ય સંપદા છે. તેઓ પણ સુંદર સંયમપાલન કરવા પૂર્વક શ્રીસંઘની નિરંતર સેવા કરી રહ્યા છે. Jain International organization (J.I.O), Jain International Trade organization (J.I.T.O), Jain Doctors Federation. Jain C.A Federation. Jain Advocate Federation. જૈન સંસ્થાન, જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ આદિ જૈન એકતાના નેજા હેઠળ અનેક સંગઠનોની સ્થાપના કરાવીને પંન્યાસજીના શિષ્ય મુનિશ્રી નયપધસાગરજીએ જૈન સમાજના શક્તિ કેન્દ્રોને સુસંગઠિત કર્યા છે. તેમની પ્રેરણાથી શિક્ષાના ક્ષેત્રમાં એક નવી જાગૃતિ આવી છે. પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રીના અંતરંગ સમર્થનપૂર્વકના મુનિશ્રીના આ કાર્યો જૈન એકતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. જૈનએકતાના ભગીરથ કાર્યોમાં આશીર્વાદ રૂપ સશક્ત બળ અર્પને પંન્યાસજીએ જૈન સમાજ પર મોટો ઉપકાર કર્યો છે. અંતે જિનશાસનની સેવામાં સમર્પિત પૂજ્ય પંન્યાસજી શ્રી અમૃતસાગરજીને પૂજ્યપાદ રાષ્ટ્રસન્ત આચાર્ય શ્રીમતુ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે અપાતી આચાર્યપદવી પ્રભુ શ્રી મહાવીરદેવના શાસનને દિગન્તવ્યાપી બનાવે आलोचना योग्य सूत्र रहस्यों के ज्ञाता, अपरिश्रावी, प्रायश्चित देने में कुशल, मार्ग-कुमार्ग के ज्ञाता आचार्यों को आचार्यों को भावभरी वंदना. ( સીનન્ય सुनिलभाई जीवराजजी सींघी, अहमदाबाद 30

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175