________________
पंन्यास प्रवरश्री अमृतसागरजी
महोत्सव विशेषांक
ભોજનાલયો તરફ લોકો દોડતાં થઈ ગયા છે પરંતુ હવે તો ભોજ્ય સામાગ્રી (ફૂડ પ્રોસેસીંગ) ના મોટા પાયે ઉદ્યોગો સ્થપાઈ ચૂક્યા છે. આ બધુ પશ્ચિમનું અનુકરણ છે.
આ પ્રકારની બજારૂ વસ્તુઓના સેવનથી જાણ્યે-અજાણ્યે મધ-માંસનું સેવન થતું રહે છે. આવી જ રીતે બજારોમાં તૈયાર સૌંદર્ય પ્રસાધનોમાં પણ એવા પદાર્થો સામેલ હોય છે જેના ઉત્પાદનમાં હિંસા તો થાય જ છે, તે પણ ક્રૂરતાથી. - જો શાકાહારી સમાજને આ પ્રકારના માંસાહાર મદ્યપાન અને હિંસક સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગથી બચાવવો હોય તો આપણે બજારોંમાં એવા ઉત્પાદન ઉપલબ્ધ કરાવવા જોઇએ જેમાં માંસ, ચરબી, ઈંડાનો ઉપયોગ ન થયો હોય જે અહિંસક હોય જેની બનાવટમાં કોઈપણ જાતની હિંસા ન થઈ હોય. સાથે જેમાં માંસ કે મઘનો ઉપયોગ ન થયો હોય. કારણ કે હવે બજારોમાં ઉપલબ્ધ ખાદ્ય સામગ્રી અને સૌંદર્ય પ્રસાધનોંનાં ઉપયોગને આપણે રોકી શકીએ તેમ નથી. માટે ઉપરોક્ત સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જે આપણે હિંસક પદાર્થોની સામે અહિંસક પદાર્થો એ જ કિમંતે ગુણવત્તાનું ધોરણ જાળવીને અથવા ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ કરાવી શકીએ તો ધારેલી સફળતા અવશ્ય મળી શકે.
આવા કલ્યાણકારી કાર્ય માટે મોટા ઉદ્યોગપતિઓએ આગળ આવવું પડશે. આ લડાઈનો સામનો અનેક મોરચે કરવો પડશે. ઉદ્યોગપતિ અહિંસક ખાદ્ય સામગ્રી અને સૌંદર્ય પ્રસાધનો તૈયાર કરે, સાધુ-સંતો અને પ્રભાવશાળી ચિંતકો, સર્જકો, વક્તાઓ અને વિદ્વાનો આ માટે સમાજના માનસનું ઘડતર કરે. તબીબો અને ચિકિત્સકો પણ એ સાબીત કરી બતાવે કે સ્વાથ્યને માટે શાકાહાર જ શ્રેષ્ઠ આહાર છે. જેટલો પ્રભાવ એક ચિકિત્સક(ડૉક્ટર) પાડી શકે એટલો કોઈ સાધુ, સંત પ્રવક્તા કે વિદ્વાન તો ન જ પાડી શકે. કારણ કે લોકોને જીવન અને સ્વાથ્યની જેટલી ચિંતા છે તેટલી ચિંતા ધર્મ કર્મની નથી, નૈતિકતાની પણ નથી. - આ ભગીરથ કાર્ય કોઇ એકલ-દોકલ વ્યક્તિથી પાર પડી શકે નહિ, આ તો સમગ્ર સમાજનું કાર્ય છે. પ્રસન્નતા એ છે કે સંપૂર્ણ સમાજે આ કાર્યને પોતાના હાથમાં લીધું છે. કહેવાય છે ને કે ઝાઝા હાથ રળિયામણા ! આ કાર્યને માટે એક વર્ષનો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. પરંતુ આ સમય ઘણો અલ્પ છે. આ મહાન કાર્ય પાર પાડવા માટે તન-મન-ધનથી જીવન અર્પણ કરવામાં આવે ત્યારે જ ધાર્યું કાર્ય સફળ થઈ શકશે.
આ સંદર્ભે સમાજ 'શું કરશે અને શું કરી શકશે ?' એ તો ભવિષ્ય જ કહેશે. પણ આપણું વ્યક્તિગત નૈતિક કર્તવ્ય એ છે કે આપણે સ્વયં પૂર્ણતઃ શુદ્ધ શાકાહારી બનીએ, આપણા પરિવારને શાકાહારી બનાવી. જે કોઈ વ્યક્તિ આપણા સંપર્કમાં આવે તેને શાકાહારી બનાવવાનો વિનમ્ર પ્રયાસ કરીએ.
એ વાત સર્વવિદિત છે કે સાત્વિક સદાચારી જીવન સિવાય સુખ શાંતિ મળવા તો દૂર રહ્યાં, પરંતુ સુખ શાંતિ મેળવવાનો ઉપાય સુઝવાની પાત્રતા પણ આવતી નથી. એટલે જે વ્યક્તિ આત્મિક શાંતિ પ્રાપ્ત કરવા માગે છે. આધ્યાત્મિક શાંતિ મેળવવા માગે છે, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર્યની પ્રાપ્તિ કરવાની ઝંખના સેવે છે. આત્માનુભૂતિની પ્રાપ્તિ કરવી છે. એમણે આ તરફ પુરેપુરું લક્ષ આપવું જોઈશે. એમનું જીવન શુદ્ધ સાત્વિક હોવું જોઈએ. સદાચારી વ્યક્તિ તથા તેમનું વર્તુળ પણ શુદ્ધ સદાચારી અને સાત્વિક હોવું જોઈએ. આ તો જડની ક્રિયા છે. એમ કહીને ઉપેક્ષા કરવી ઉચિત નથી. - લૌકિક સુખ શાંતિનાં અભિલાષીઓને પણ શાકાહારી તો થવું જ પડશે. અન્યથા એમનું જીવન અને વાતાવરણ પણ વિકૃત થયા વિના રહેશે નહિ. માટે જ એ સુનિશ્ચિત જે છે કે લૌકિક અને પારલૌકિક બન્ને દૃષ્ટિએ શાકાહારી-શ્રાવકાચારી હોવું આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે.
154